Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

પ્રેગ્નન્સીમાં ડાયાબિટીઝ છે? તો આવનારા બાળકને ઓટિઝમનો ખતરો વધુ

નવી દિલ્હી, તા.૨પઃ ગર્ભાવસ્થા દરમ્યાન માના શરીરની હોર્મોનલ અને કેમિકલ હલચલની બાળકના ઓવરઓલ ગ્રોથ અને ફયુચર હેલ્થ પર ડાયરેકટ અસર થાય છે. પ્રેગ્નન્સી દરમ્યાન જે મહિલાને જેસ્ટેશનલ ડાયાબીટીઝ હોય અથવા તો પહેલેથી જ મહિલાને ટાઇપ-ટૂ કે ટાઇપ-વન પ્રકારનો ડાયાબિટીઝ હોય તો તેના ગર્ભમાં ઊછરી રહેલા બાળકમાં ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર થવાનું રિસ્ક વધી જાય છે. ઓટિઝમ સ્પેકટ્રમ ડિસઓર્ડર એ માનસિક વિકાસ સંબંધિત સમસ્યા છે. જેમાં વ્યકિત સામાજિક રીતે હળવા-ભળવા અને સંવાદિતા સ્થાપિત કરવામાં મુશ્કેલી અનુભવે છે. અમેરિકાના નિષ્ણાતોનું કહેવું છે કે કોઇ પણ પ્રકારનો ડાયાબિટીઝ ધરાવતી મહિલાઓના સંતાનોમાં ઓટિઝમ હોવાની સંભાવના લગભગ ૧.પ ગણી વધુ હોય છે.

(3:52 pm IST)