Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

મગજનું સ્વાસ્થય કેવું છે એ હવે પ્લાસિટકનું સેન્સર બતાવશે.

દુબઇ તા ૨૫ :  સાઉદી આરબની કિંગઅબદુલ્લા યુનિવર્સિટી અને ઇંગ્લેન્ડની યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના નિષ્ણાંતોએ ખાસ સેમી-કન્ડકરટ ડિવાઇસ બનાવ્યું છે જે દર્દીના મગજની સ્વાસ્થય સબંધિત વિગતો ખુબ સરળતાથી અને ઓછા ખર્ચે જાણી શકે છે. આ નવું સેન્સરપ્લાસ્ટિકનું બનેલું છે. હાલમાં પણ મગજનો શરીરની ક્રિયાઓ પરનો કન્ટ્રોલ કેવો છે એ જાણવા માટે સેન્સર બનેલા છે. પરંતુ એની કાર્યશૈલી બહુ કોમ્પ્લિીકેટેડ છે. પ્લાસિટકનું આ નવું સેન્સર પસીનો, આંસુ, લાળ અને બ્લડમાં ગ્લુકોઝની  માત્રા કેટલી છે એ જાણી શકે છે. રિસર્ચરના મતેે આ સેન્સર બનાવવાનો ખર્ચ પણ ઘણો ઓછો છે અને મેઇન્ટેઇન્સ પણ સરળ છે. સંશોધકોનુંં કહેવું છે કે સર્જરી પહેલા અને સર્જરી પછી દરદીના શરીરમાં થનારી ચેતાતંતુઓ સાથે સંકળાયેલી કામગીરીનું મોનિટરીંગ કરવામાં પણ આ  સેન્સર મદદરૂપ થાય એમ છે.

(3:51 pm IST)