Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

આ વર્ષના વિશ્વના સૌથી કદરૂપા ડોગી જોઇ લો

ન્યુયોર્ક તા. ૨૫ : અમેરિકામાં છેલ્લા ૩૦ વર્ષથી વિશ્વના સૌથી કદરૂપા ડોગીની સ્પર્ધા યોજાય છે અને એમાં પ્રાણીપ્રેમીઓ પોતાના ડોગીને આ ટાઇટલ જિતાડવા માટે લઇ આવે છે. શનિવારે સાંજે કેલિફોર્નિયાની પેટાલુમા  સિટીમાં આ સ્પર્ધા યોજાઇ હતી. જેમા આખા અમેરિકામાંથી ડોગ-ઓનર્સ તેમના પાળતુઓને લઇને આવ્યા હતા. સામાન્ય રીતે રૂપકડાં અને સુંદર  દેખાતા હોય એવા જ પ્રાણીઓ અડોપ્ટ થતા હોય છે. કોઇ અકસ્માતને કારણે અથવા તો કુદરતી રીતે જ વિચિત્ર લુક ધરાવતા  હોય એવા પ્રાણીઓને કોઇ એડોપ્ટ કરે એવુ ભાગ્યે જ બને છે. અગ્લીએસ્ટ  ડોગીની આ વાર્ષિક - સ્પર્ધા  દ્વારા  આયોજકો  કદરૂપા પ્રાણીઓ  પ્રત્યે અનુકંપા જગાવવાનો પ્રયત્નો કરે છે. કેટલાક પ્રાણીપ્રેમીઓ દીઠાં ન ગમે એવા પ્રાણીઓને પણ કેટલાક લાડપ્રેમથી રાખે છે અને સજાવી - ધજાવીને રજૂ કરે છે એ જોઇને લોકોનું આવા ડોગી પ્રત્યે ધ્યાન આકર્ષાય છે.

આ વર્ષે નવ વર્ષનો સા સા નામનો ઈંગ્લિશ બુલડોગ વિશ્વના સૌથી કદરૂપા શ્વાનનું ટાઇટલ જીતી ગયો છે. સા સાની જીભ લાંબી બહાર લટકતી રહે છે અને પગ વંકાયેલા હોવાથી એની ચાલ બહુ વિચિત્ર છે. જોકે આ ટાઇટલ - વિનર ઉપરાંત જે ડોગીઝે આ સ્પર્ધામાં ભાગ લીધો હતો એ પણ  કદરૂપાપણામાં જરાય ઉણા ઉતરે એવા નથી. (૧૭.૩)

(3:40 pm IST)