Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

સ્‍કૂલે ન જવા માટે બાળક સતત બહાના રજૂ કરે ત્‍યારે વાલી ચેતે

શાળાએ ન જવાની જીદ કરતો બાળક ફોબિયાનો શિકાર હોઇ શકે

મુંબઇ તા. ૨૫ : ૩૫ દિવસ ઉપરાંતનું ઉનાળુ વેકેશન ભોગવીને શાળાએ જતાં પ્રાથમિક વિભાગના કેટલાય વિદ્યાર્થીઓ અશ્રુભીની આંખે શાળાએ જવા નીકળે છે. શાળાએ નહીં જવાની આ જીદ્દ જો ૧૦ થી ૧૫ દિવસ સુધી સતત ચાલુ રહે તો આવા વિદ્યાર્થીના વાલીઓએ સત્‍વરે ચેતી જવાની જરૂર છે. મનોચિકિત્‍સકના મત મુજબ આ વિદ્યાર્થી સ્‍કૂલ ફોબિયાનો ભોગ બન્‍યો હોવાની શક્‍યતા છે. આ વિદ્યર્િાથની આ સમસ્‍યાના મૂળ સુધી જતાં તેનો ઉકેલ લાવી શકાય છે.

૩૫ દિવસના વેકેશન બાદ ફરી શાળા શરૂ થતાં કેટલાક વિદ્યાર્થીઓને હોમસિકનેશ અને બદલાયેલાં વાતાવરણમાં જવાનું થતાં તેઓને તે પસંદ નહીં હોવાથી શાળાએ નહીં જવાનું કહે છે, પરંતુ બે-ત્રણ દિવસ શાળાએ મોકલવામાં આવતાં આ ફરિયાદ તેમની દૂર થઇ જાય છે. જો કે, કેટલાક વિદ્યાર્થીઓને સ્‍કૂલ જવાનો સમય થતાં જ વિદ્યાર્થીને ડર લાગવા માંડે છે.

ધબકારા વધી જાય છે, પરસેવો વળી જાય છે અને ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગે છે. શાળાએ જવા સામે આક્રોશ વ્‍યક્‍ત કરે છે. બૂમાબૂમ કરીને વસ્‍તુઓ ફેંકવા માંડે છે.

મનોચિકિત્‍સક ડો.પાર્થ.એ.સોનીએ જણાવ્‍યું હતું કે, વિદ્યાર્થી ક્‍યારેક પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, ચક્કર આવવા, ઝાડા-ઊલટી અથવા છાતી અને કમરમાં દુઃખાવાની ફરિયાદ કરે છે. આવા વિદ્યાર્થીને શાળાએ જવાની ના પાડવામાં આવે કે તરત જ તેની બધી જ તકલીફ દૂર થઈ જાય છે.

ક્‍યારેક વાલી બળપૂર્વક શાળાએ મોકલી દે તો એક-બે પિરિયડ પછી શાળાએથી ફોન આવે છે કે, તમારા બાળકને લઇ જાઓ. આ કારણોથી વિદ્યાર્થીનું ભણતર બગડે છે. એકાગ્રતા ઘટે છે. પાંચ ટકા વિદ્યાર્થીઓમાં સ્‍કૂલ ફોબિયા જોવા મળે છે. જો તેની સમસ્‍યાનું સમાધાન કરવામાં ન આવે તો ૪૦ ટકા કેસમાં વિદ્યાર્થી માનસિક બીમારીનો ભોગ પણ બની શકે છે

 

સ્‍કૂલ ફોબિયાનાં લક્ષણો જણાય તો વાલીએ શું કરવું ?

-  જ વિદ્યાર્થી માથાનો દુઃખાવો, ચક્કર આવવા જેવી શારીરિક ફરિયાદ કરે તો પીડિયાટ્રિશિયન પાસે સારવાર કરાવવી.

-  જ બાળકને પ્રથમ કાઉન્‍સેલિંગ કરવું જોઇએ. આ અંગે ક્‍લાસ ટીચરને જાણ કરવી જોઇએ. કાઉન્‍સેલર ક્‍લાસ ટીચર અને સાઇકિયાટ્રિસ્‍ટની ટીમ બનાવી તેની સમસ્‍યાનો ઉકેલ લાવવો જોઇએ. આ અંગે પ્રિન્‍સિપાલને પણ જાણ કરવી જોઇએ.

-  જ શિક્ષક સાથે વિદ્યાર્થીની અનૌપચારિક વાતચીત અને મિટિંગ પણ ગોઠવવી જોઇએ.

-  જ વિદ્યાર્થીને સાડા પાંચ કલાકનો શાળાના પૂરતાં સમય નહીં, પરંતુ પ્રથમ એક કલાક પછી બીજા દિવસે બે કલાક એવી રીતે ક્રમશઃ સમયમાં વધારો કરવો જોઈએ.

-    જ વિદ્યાર્થી બે કલાક બેસે કે થોડું લેશન કરે તો તેને પ્રોત્‍સાહિત કરવા ઇનામ આપો. આ કરવાથી તેની રુચિ વધશે અને સમસ્‍યા દૂર થશે.

(11:00 am IST)