Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

આંબીલાના ફાયદા જાણો છો?

આંબલી ખોરાકને સ્વાદિષ્ટ બનાવવાની સાથે ખૂબ જ ફાયદાકારક હોય છે. પરંતુ, શું તમે જાણો છો કે આંબલીના બીજ એટલે કે આંબીલા આપણા માટે આંબલી કરતા પણ વધુ ફાયદાકારક હોય છે. આંબીલાના પાઉડરથી તમે કેટલાય પ્રકારના હેલ્થ પ્રોબ્લેમથી છૂટકારો મેળવી શકો છો. આંબીલાની છાલ કાઢી તેનો પાવડર બનાવી મિશ્રી સાથે મિકસ કરી રાખી દો. દરરોજ સવારે એક ચમચી સવાર-સાંજ ગરમ દૂધ સાથે લો.

બનાવવાની રીત

૨૦૦ ગ્રામ આંબીલાને ઘરે શેકી લો. હવે તેના ફોતરા કાઢી લો. હવે તેમાં ૨૦૦ ગ્રામ મિશ્રી મિકસ કરો અને કાચના વાસણમાં ભરી દો.

અથવા તો ૨૦૦ ગ્રામ આંબીલાને ચાર દિવસ પાણીમાં પલાળી રાખો અને તેની છાલ ઉતારી સૂકાવા મૂકો. સૂકાઈ ગયા બાદ પીસીને ૨૦૦ ગ્રામ મિશ્રી મિકસ કરો.

આજકાલ મોટા ભાગના લોકોમાં પગના દુઃખાવાની સમસ્યા જોવા મળે છે. તેમાં કેલ્શિયમ અને મિનરલની વધુ માત્રા હોય છે. જે હાડકાને મજબૂત બનાવવાની સાથે પગ દર્દમાં પણ રાહત અપાવે છે.

તેના સેવનથી નબળાઈ અને પુરૂષ સંબંધી બધી સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

આજકાલ મોટા ભાગના લોકો સિંગલ બોડીથી હેરાન હોય છે. ૧ મહિનો સતત તેનું સેવન કરવાથી તમે સુંદર અને સુડોળ બોડી મેળવી શકો છો.

 

(9:19 am IST)