Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

પ્રેગ્નન્સીમાં સૂકા નારિયેળનું સેવન કરો

ગર્ભાવસ્થાના સમયે મહિલાએ પોતાનું વધારે ધ્યાન રાખવુ જોઈએ. આ દરમિયાન જો તે પોતે ખાવા-પીવામાં બેદરકારી કરે છે, તો તેની અસર તેના પેટમાં ઉછરી રહેલ બાળક પર પડે છે. ગર્ભાવસ્થામાં આમ તો ઘણી વસ્તુઓ ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ, આ અવસ્થામાં સૂ કુ નારિયેળ ખાસ ફાયદો આપે છે. તો જાણી લો પ્રેગ્નન્સીમાં સૂ કુ નારિયેળ ખાવાના ફાયદા.

ગર્ભાવસ્થામાં મોટા ભાગની મહિલાઓને એસીડીટીની સમસ્યા થાય છે. ત્યારે જો તમે સૂકા નારિયેળનું સેવન કરો છો તો તમને કોઈ પણ પ્રકારની મશ્કેલી નહિં થાય.

કદાચ તમને ખબર નહિં હોય પણ પ્રેગ્નન્સીમાં સુકુ નારિયેળ ખાવાથી બ્રેસ્ટમાં મિલ્ક વધારે બને છે. એટલુ જ નહિં દૂધની પોષ્ટિકતામાં પણ વૃદ્ધિ થાય છે. આ તમારા શિશુ માટે ખુબ જ ફાયદાકારક છે.

પ્રેગ્નન્સીમાં જેમ-જેમ સમય વધે તેમ મહિલાઓના પગમાં સોજો અને દર્દ શરૂ થઈ જાય છે. આ સમયે સૂ કુ નારિયેળ ખાવુ જોઈએ.

(9:19 am IST)