Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

ખબર નહિં કેમ બાળકો સ્કૂલે જવાની ના પાડે છે?

ઘણા બાળકો સ્કૂલે જવાની ના પાડે છે. તમને હંમેશા તે જ સાંભળવા મળતુ હશે કે મારે સ્કૂલે નથી જવુ, ત્યાં નથી ગમતુ અથવા તો પેટ અને માથુ દુઃખવાનું બહાનું. તો બાળકોને સ્કૂલે મોકલવા માટે કરવું શું?

તમે બાળકને પૂછો કે તેને સ્કૂલમાં શું ગમે છે શું નથી ગમતુ? તેની સમસ્યા જાણવાની કોશિશ કરો. તેના મિત્રો, કલાસમેટ, શિક્ષક બધા સાથે વાત કરો અને જાણવાની કોશિશ કરો કે આખરે કેમ બાળક સ્કૂલે જવા નથી માંગતુ? બાળકને કહો કે સ્કૂલની સારી વાતોનું એક લીસ્ટ બનાવે અને ખરાબ વાતોનું એક લીસ્ટ બનાવે. જેનાથી તમને એ જાણવામાં મદદ મળશે કે તમારા બાળકને સ્કૂલમાં શું પસંદ છે અને શું નહીં. તે જે વિષયમાં નબળુ છે તે વિષય શીખવવા માટે મનોરંજક રીત અપનાવો. બાળક સાથે તેને ગમતી વાતો કરો. તેને કઈ વસ્તુનો શોખ છે તે પૂછો. તેના લંચ બોકસમાં રોજ સારી સારી મનપસંદ વસ્તુઓ બનાવીને આપો.

(9:18 am IST)