Gujarati News

Gujarati News

News of Monday, 25th June 2018

વધારે સમય યોગાસન કરવાથી થઇ શકે છે નુકશાન

આજના યુગમાં લોકોમાં બીમારીઓનું પ્રમાણ વધતુ જાય છે. આજકાલ ઘણા લોકો સ્વસ્થ રહેવા માટે યોગાસનનો સહારો લઈ રહ્યા છે. પરંતુ, તેનો સંપૂર્ણ ફાયદો મેળવવા માટે કેટલાક નિયમ હોય છે. જો તમે યોગ્ય રીતે આસન નહિં કરો તો તમને ફાયદાના બદલે નુકશાન થશે. તો જાણી લો કે લોકો યોગા કરતી વખતે કેવી ભૂલો કરે છે.

અનિયમીત યોગાસન

કેટલાક લોકો યોગને અનિયમીત એટલે કે અઠવાડીયામાં ૧-૨ વાર કરે છે. જેનાથી યોગનો સંપૂર્ણ ફાયદો મળતો નથી. જો તમે યોગ નિયમીત નહીં કરો તો તમે તેને યોગ્ય રીતે નહીં કરી શકો. કારણ કે કેટલાક યોગાસન એવા હોય છે કે તેને નિયમીત કરવા પડે છે.

જમીને યોગા કરવા

યોગ કરવાના ૧ કલાક પહેલા કંઈ ખાવુ ન જોઈએ. જો તમે જમીને યોગા કરો છો તો તમને અલગ-અલગ આસન કરવામાં મુશ્કેલી થશે અને શરીરનું બ્લડ શર્કુલેશન તમારા પેટ પર કેન્દ્રિત થતા શરીરના મસલ્સને સપોર્ટ નહીં મળી શકે. આ ઉપરાંત યોગના ૨ કલાક પહેલા અને અડધા કલાક પછી પાણી ન પીવુ.

યોગ્ય કપડા

કેટલાક લોકો યોગાસન કરતી વખતે કપડા પર ધ્યાન આપતા નથી અને તે કોઈ પણ ડ્રેસમાં યોગ કરવા લાગે છે. તેથી યોગના સમયે એવા કપડા પહેરો કે જે આરામદાયક હોય.

વધારે સમય યોગાસન

યોગ શરીરને રિલેકસ કરવાની પ્રક્રિયા છે. તેને કરવાથી શરીરને કોઈ પણ પ્રકારનું દર્દ થતુ નથી. જો કે શરૂઆતમાં થોડુ દર્દ થઈ શકે છે. તેના માટે નિયમીત યોગાસન કરો. પરંતુ, શરૂઆતમાં વધારે સમય યોગા ન કરો. શરુઆતમાં મુશ્કેલ આસન કરવા માટે જરૂરથી વધુ કોશિશ ન કરો. આસનના પોઝ ધીમે-ધીમે કરો.

(9:18 am IST)