Gujarati News

Gujarati News

News of Wednesday, 25th May 2022

શ્રીલંકામાં આર્થીક કટોકટી વચ્ચે પેટ્રોલની કિંમત આસમાને પહોંચી

નવી દિલ્હી: આપણે ત્યાં પેટ્રોલના ભાવ 107 રૂપિયા લીટરે પહોંચ્યા હતા. સૌની રાડ ફાટી ગઈ હતી. હવે ભાવ ઘટતા લોકો રાહત અનુભવી રહ્યા છે પરંતુ પડોશી દેશ શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ હાલ લિટરે 420 રૂપિયા છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઈલની કિંમતમાં ઉતાર-ચડાવ ચાલુ છે, જયારે બીજી બાજુ શ્રીલંકા આર્થિક સંકટમાં સપડાયું છે. શ્રીલંકામાં પેટ્રોલની કિંમત 24.3 ટકા અને ડીઝલના ભાવમાં 38.4 ટકા ભાવવધારો થયો છે. અહીં ડીઝલની કિંમત લીટરે 400 રૂપિયા છે.

(6:38 pm IST)