Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ફ્રાંસે ભારતને આપ્યું આશ્વાશન:જુલાઈના અંત સુધીમાં મળી શકે છે રાફેલ વિમાન

નવી દિલ્હી:લડાકુ વિમાન રાફેલને મળવામાં હવે દુરી નથી ફ્રાંસે ભારતને આશ્વાસન આપ્યું છે કે જુલાઈના અંત સુધીમાં આ વિમાન ભારતને મળી શકે તેમ છે. હવાથી માર કરવાથી આ મિસાઈલ અને સ્કીંલ્પ ક્રુઝ મિસાઈલ રાફેલ જેટના હથિયાર પેકેજનો મુખ્ય આધાર હશે.

ભારતની  જેમ  ફ્રાંસમાં કોરોના વાયરસનો ખુબજ પ્રકોપ છે ફ્રાંસમાં 1લાખ 45 હજારથી વધારે લોકો કોરોનાનો ભોગ બન્યા છે જયારે 28હજાર 330 લોકોના મૃત્યુ નિપજ્યા છેપહેલા આ વિમાનની ડિલિવરી મેં મહિનાના અંત સુધીમાં થવાની હતી પરંતુ કોરોનાના કારણોસર  તેને બે મહિના માટે સ્થગિત કરી દેવામાં આવી હતી.

(6:44 pm IST)