Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

વિટામિન ડી ની ખામી ધરાવતા લોકો થઇ જજો સાવધાન: થઇ શકે છે કોરોના: વૈજ્ઞાનિકોનો દાવો

નવી દિલ્હી: વિટામિન ડી ની ખામી ધરાવતા લોકોને બીજાની સરખામણીમાં કોરોના વાયરસ વધારે જીવલેણ સાબીત થાય છે એવો અમેરિકાના વૈજ્ઞાાનિકોએ દાવો કર્યો છે આ માટે દુનિયા ભરમાં કોરોના વાયરસથી મોત થયેલા કેટલાક માણસોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અમેરિકાની નોર્થ વેસ્ટર્ન યૂનિવર્સિટીના એક રિસર્ચમાં અમેરિકા ઉપરાંત ચીન, ફ્રાંસ, જર્મની, ઇરાન, દક્ષિણ કોરિયા, સ્પેન અને બ્રિટનના ડેટાનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

સંશોધકોની ટીમના પ્રોફેસર વાદિમ બેકમેન અને તેમની ટીમ કોરોના વાયરસ અંગે વિશ્વની હેલ્થ કેર સિસ્ટમ પર તુલનાત્મક સંશોધન કરવા ઇચ્છતા હતા. તેઓ કોરોનાથી થતા મુત્યુદરને ટેસ્ટની સંખ્યા અને દેશના સરેરાશ આયુષ્ય સાથે જોડવા સાથે સંમત ન હતા. બેકમેનનું માનવું હતું કે આમાંથી એક પણ કારણ મહત્વનું જણાતું નથી. ઉત્તર ઇટલીનું હેલ્થ કેર સિસ્ટમ દુનિયામાં સૌથી ગુણવત્તાવાળું ગણાય છે છતાં એક જ ઉંમરના લોકોના મુત્યુદરમાં પણ ઘણો તફાવત જોવા મળ્યો હતો. એક સરખા કોરોના ટેસ્ટ કર્યા હોય એવા દેશોના મુત્યુદરના આંકડાનો પણ અભ્યાસ કર્યો જેમાં વિટામિન ડી ની ઉણપ સાથેનો સંબંધ સ્પષ્ટ જણાઇ આવતો હતો.

(6:44 pm IST)