Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

કોરોના વાયરસની રસી વિરુધ્દ યુરોપ સહીત અમેરિકા કરી રહ્યું છે વિરોધ

નવી દિલ્હી:  કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે તમામ દેશ અને સંગઠન રસીની શોધમાં છે. જ્યારે બીજી બાજુ કોવિડ 19 વેક્સિન (COVID-19 Vaccine) બનતા પહેલા જ સમગ્ર યુરોપ અને અમેરિકા સુદ્ધામાં વેક્સિન સામે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયુ છે. તમામ હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સામાન્ય જીવન વિતાવવા માટે કોરોના વાયરસની રસી જરૂરી છે. જ્યારે રસીનો વિરોધ કરનારાઓએ બિલ ગેટના કોરોના વેક્સિન ફંડિંગને લઈને સવાલ ઊભા કર્યા છે.

બિલ ગેટ્સે કોરોના વાયરસની રસી શોધવા માટે 300 મિલિયન ડોલરનું દાન કર્યું છે. જ્યારે સામાન્ય લોકોનો આરોપ છે કે કોરોના વાયરસ સંક્રમણ મામલે તેમને અંધારામાં રાખવામાં આવી રહ્યાં છે જેનાથી દેશની અર્થવ્યવસ્થા ચોપટ થઈ રહી છે. એક સર્વે મુજબ ફક્ત અડધુ અમેરિકા જ કોરોના વાયરસની રસીની શોધ માટે ઈચ્છા ધરાવે છે. જ્યારે વૈજ્ઞાનિકોનું એવું અનુમાન છે કે 70 ટકા લોકોના મત મુજબ કોરોના વેક્સિન તેમની ચિંતાનો વિષય છે.

(6:42 pm IST)