Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ઓએમજી..... વિશ્વના સૌથી મોટા જંગલ અમેઝોનમાં પહોંચ્યો કોરોના વાયરસ

નવી દિલ્હી: વિશ્વના સૌથી મોટા જંગલ "અમેઝોન"માં કોરોના વાયરસ પહોંચી ગયો છે. એક સમયે સામાન્ય માણસો પણ જવામાં ખચકાતા હતા. આ ખતરનાક અને દુનિયાનાં ફેફસા કહેવાતા અમેઝોન ફોરેસ્ટ છે. સમગ્ર વિશ્વને 20 ટકા ઓક્સિજન પુરૂ પાડે છે.

બ્રાઝિલના અમેઝોન જંગલોમાં હાજર આદિવાસીઓમાં પણ કોરોના વાયરસનો ચેપ ફેલાયો છે. આ કારણે સેંકડો આદિવાસી લોકોનાં મોત નીપજ્યાં છે. બ્રાઝિલના અમેઝોન વિસ્તારમાં હાલમાં 60 જાતિના આદિવાસીઓ કોરોના વાયરસથી સંક્રમિત છે. અત્યાર સુધી અહીં 980 કેસ આવ્યા છે. તો, 125 લોકોનાં મોત નીપજ્યા છે.

(6:42 pm IST)