Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

અમેરિકા સાથેના સંબંધો નવા શીત યુદ્ધના આરે છે:ચીન

નવી દિલ્હી: ચીને જણાવ્યું છે કે તેના અમેરિકા સાથેના સંબંધો નવા શીત યુદ્ધના આરે છે. કોરોના વાયરસની મહામારી માટે અમેરિકા એકથી વધુ વાર ચીનને જવાબદાર ઠરાવી ચુકયું છે. વિદેશ પ્રધાન વાંગ ચીએ જણાવ્યું હતું કે વોશિંગ્ટનને રાજકીય વાયરસ વળગ્યો હોવાથી તેના નેતાઓ ચીન પર સતત પ્રહારો કરી રહ્યા છે. જો કે એ સાથે તેમણે શાંતિનો હાથ ફેલાવી જણાવ્યું હતું કે કોરોના વાયરસનું મૂળ શોધવા આંતરરાષ્ટ્રીય અન્વેષણ માટે તે તૈયાર છે.

ચીનની સંસદીય સત્ર ખાતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે અમારા ધ્યાનમાં આવ્યું છે કે અમેરિકામાં કેટલાક રાજકીય દળો ચીન-અમેરિકા સંબંધોને ધ્યાનમાં લઈ બન્ને દેશોને શીત યુદ્ધના આરે લઈ જઈ રહ્યા છે. ચીનના વિદેશ પ્રધાને વાયરસના મૂળ અને ચીનને કલંકીત કરવા અફવા ફેલાવવાના અમેરિકી નેતાઓના પ્રયાસોની પણ ઝાટકણી કાઢી હતી. વાયરસના મૂળ શોધવા આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિક સમુદાય સાથે કામ કરવા ચીન ખુલ્લુ મન ધરાવે છે, પણ અમે માનીએ છીએ કે આવી તપાસ પ્રોફેશનલ ન્યાયી અને રચનાત્મક હોવી જોઈએ.

(6:41 pm IST)