Gujarati News

Gujarati News

News of Monday, 25th May 2020

ઘરમાં અચાનક દરિયાઇ પંખી આવ્યું, ભગાડવાની કોશિશ કરી તો કિચનમાં વોમિટ કરીને ઊડી ગયું

લંડન તા. રપઃ લોકડાઉનના એકાંતમાં અવનવી ઘટનાઓ અને લોકોના અવનવા અનુભવો આશ્ચર્યજનક હોય છે. ઇંગ્લેન્ડના બ્રાઇટન શહેરમાં બે મહિલાઓ ર૭ વર્ષની નતાલી વોટનબેચ અને ર૮ વર્ષની શાર્લટ મોર્લી ઘરમાં બેઠાં-બેઠાં લેપટોપ પર ઝૂમ એપ દ્વારા મિત્રોની જોડે કિવઝ રમતી હતી ત્યારે અચાનક બહારથી એક પંખી ઊડતું-ઊડતું ઘરમાં આવ્યું. પાંખો વીંઝતું એ પંખી સીંગલ એટલે કે દરિયા બગલો હતો. બગલાને જોઇને બન્ને ઊભી થઇ ગઇ અને બૂમાબૂમ કરવા માંડી. એને ત્યાંથી કાઢવા માટે 'હે...ગેટ આઉટ...' હે ગો અવે, વેર આ રયુ ગોઇંગ?' એવી બૂમો પાડવા લાગી. જો કે બગલો સીધો રસોડાની દિશામાં આગળ વધ્યો અને કિચન કાઉન્ટર પર ઊલટી કરી.

એ વખતે શાર્લટ મોર્લી અને નતાલી વોટનબેચ ત્રણ-ચાર પેગના નશામાં હતી. લેપટોપ પર કિવઝ રમતા મિત્રોને તેમની સ્થિતિનો પૂરેપૂરો ખ્યાલ હતો. એથી એ લોકો ઓનલાઇન તમાશો જોતા હતા. નતાશીને બગલાની પાંખના ફફડાટમાં શેમ્પેનની કે અન્ય બાટલીઓ ફૂટી જવાનો ડર લાગતો હતો. દરમ્યાન કિચન કાઉન્ટર પર છાશ અને ભાતના દાણા જેવી ધોળી-ધોળી ઊલટી જોઇને શાર્લટને ઊબકા આવવા માંડયા એટલે તે બાથરૂમ તરફ દોડી ગઇ અને કિચન કાઉન્ટરની સફાઇ નતાલીના ભાગે આવી હતી.

(2:58 pm IST)