Gujarati News

Gujarati News

News of Saturday, 25th May 2019

આયર્નની ખામીને દૂર કરે છે સિમલા મરચા

સિમલા મરચાનું સેવન કેટલીય રીતે કરવામાં આવે છે. સિમલા મરચા લાલ, પીળા અને લીલા રંગમાં હોય છે. સિમલા મરચાના સેવનથી પોતાને લાંબા સમય સુધી તંદુરસ્ત બનાવી શકે છે. સિમલા મચરા સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે.

પોષકતત્વઃ સિમલા મરચામાં ઘણા પોષકતત્વો હોય છે. સિમલા  મરચામાં વિટામીન-એ, સ્વટામીન-સી, ફલેવાનાઈડ્સ, અલ્કાલોઈડ્સ અને ટેનિન્સ હોય છે. તેમાં રહેલ અલ્કાલોઈડ્સ અને એન્ટી-એમ્ફલેમેન્ટરી, એનલજેસ્ટિક અને એન્ટી-ઓકિસડેન્ટની જેમ કામ કરે છે. જે સ્વાસ્થ્ય માટે જરૂરી હોય છે.

વજન ઘટાડવુઃ સિમલા મરચા વજન ઓછુ કરવામાં મદદરૂપ છે. તેમાં કેલેરી ઓછી હોય છે. તેના સેવનથી વજન વધવાની સંભાવના ઓછી થઈ જાય છે. તે શરીરમાં મેટાબોલીઝમનો પણ બૂસ્ટ અપ કરે છે. જેના કારણે વજન ઘટવાની પ્રક્રિયા ઝડપથી થાય છે.

હૃદયને સ્વસ્થ બનાવેઃ સિમલા મરચામાં રહેલ ફલેવોનાઈડ્સ હૃદયની સમસ્યાઓને દૂર કરે છે. તે શરીરમાં ઓકિસજનની સપ્લાઈ સારી રીતે કરે છે. જેનાથી હૃદયમાં રકતના ગાંઠા જામવા કે હાર્ટ પંપીંગમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી થતી નથી.

આયર્નની ખામીઃ શરીરમાં આયર્નની ખામીને દુર કરવામાં મદદરૂપ સિમલા મરચા મદદરૂપ થાય છે. શરીરમાં આયર્નના અવશોષણના વિટામીન-સી ની આવશ્યકતા હોય છે અન સિમલા મરચામાં વિટામીન-સી આયર્નન અવશોષીત કરી (રકતની ખામી) એનીમિક બનાવાથી બચાવે છે.

દર્દમાં રાહતઃ સિમલા મરચા એક નેચરલ પેનકિલર તરિકે કામ કરે છે. તેનું સેવન કરવાથી જલ્દી દર્દનો અહેસાસ થતો નથી.

(9:55 am IST)