Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

યુએસની મુખ્ય લશ્કરી કવાયતમાંથી ચીનની બાદબાકી

વોશિંગ્ટન તા. ૨૫ : વ્યુહાત્મક રીતે મહત્ત્વના દક્ષિણ ચીન સમુદ્રમાં બિજીંગની અશાંતિ સર્જવાની વર્તણૂંકનો હવાલો આપીને દુનિયાની સૌથી મોટી આંતરરાષ્ટ્રીય દરિયાઇ યુદ્ઘ કવાયતમાંથી ચીનનું નામ કાઢી નાખવાની પેન્ટાગોને જાહેરાત કરી હતી, જેની સાથે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં તાણ થવાની શકયતા સર્જાઇ છે.  રીમ ઓફ પેસિફિક કવાયત (રીમપેક) હવાઇ ખાતે દર બે વર્ષે કરવામાં આવે છે, જેમાં ઓસ્ટ્રેલિયા, ભારત, જાપાન અને બ્રિટન જેવા દેશો ભાગ લે છે.

(11:52 am IST)