Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

આ લોકો માટે બદામ ખૂબ જ હાનિકારક

બદામની ગણતરી એક હેલ્દી નટ્સમાં કરવામાં આવે છે. તેમાં રહેલ પોષ્ટિક તત્વ બાળકોથી લઈ મોટા સુધી દરેકને લાભ પહોંચાડે છે. પરંતુ, અમુક સ્થિતીમાં તમને લાભના બદલે નુકશાન પહોંચાડી શકે છે. તો જાણી લો કેવા લોકોએ બદામ ન ખાવી જોઈએ.

જે લોકોને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે અને તે તેના માટે દવાઓ પણ લે છે, તેને બદામથી દૂર રહેવું જોઈએ. બદામ તમારી સમસ્યાઓને વધારી શકે છે.

બદામમાં ઓકસલેટ વધારે માત્રામાં હોય છે. તેથી જે લોકોની કિડનીમાં પથરી અથવા ગોલ બ્લેડર સંબંધી બીમારી હોય તેને બદામનું સેવન ન કરવું જોઈએ.

બદામનું સેવન વધારે માત્રામાં કરવામાં આવે તો તે નુકશાનકારક બની શકે છે. બદામમાં ફાઈબર વધુ માત્રામાં હોય છે. જે પાચન ક્રિયા માટે સારૂ હોય છે. પરંતુ, વધુ માત્રામાં સેવન કરવાથી પાચનક્રિયા સંબંધી મુશ્કેલીઓ થઈ શકે છે. તેથી અપચો હોય તો બદામ ન ખાવી જોઈએ. (૨૪.૩)

(9:42 am IST)