Gujarati News

Gujarati News

News of Friday, 25th May 2018

ચહેરા પરની કરચલી દૂર કરે છે ફટકડી

ફટકડીનો ઉપયોગ કેટલાય પ્રકારના ઘરેલુ કામમાં કરવામાં આવે છે. ફટકડીના ઉપયોગથી બ્યુટી સાથે સંકળાયેલ કેટલીય સમસ્યાઓનું સમાધાન મેળવી શકાય છે. ફટકડીમાં ભરપૂર માત્રામાં એન્ટી ઓકિસડેન્ટ્સ હોય છે, જે ત્વચાને સ્વસ્થ અને સુંદર બનાવવામાં મદદ કરે છે. શું તમે ફટકડીની બ્યુટી ટીપ્સ વિશે જાણો છો.

. જો તમારા વાળમાં ડેંડ્રફની સમસ્યા છે તો તમારા વાળને ફટકડીના પાણીથી ધોવો. આવુ કરવાથી ડેંડ્રફની સમસ્યાથી છૂટકારો મળી જશે.

. પરસેવાની દુર્ગંધથી છુટકારો મેળવવા માટે તમારા ન્હાવાના પાણીમાં ફટકડી નાખીને સ્નાન કરો. નિયમિત ફટકડીના પાણીથી સ્નાન કરવાથી તમને પરસેવાની દુર્ગંધથી છુટકારો મળી જશે.

. તમારા ચહેરાની કરચલીને દૂર કરવા માટે થોડા પાણીમાં ફટકડી નાખી તમારા ચહેરા પર લગાવો. ત્યારબાદ ચહેરાને ઠંડા પાણીથી ધોઈ લો.

. અણગમતા વાળોની સમસ્યાથી છુટકારો મેળવવા માટે ગુલાબજળમાં ફટકડી મિકસ કરી તમારી ત્વચા પર લગાવો. એવુ કરવાથી તમારા શરીરમાંથી અણગમતા વાળ દૂર થઈ જશે.

(9:41 am IST)