Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ઇરાકમાં આઇએસના હુમલામાં ત્રણ સુરક્ષાકર્મી મોતને ભેટ્યા

નવી દિલ્હી: ઇરાકના કિરકુક અને સલાહુદીન પ્રાંતમાં આઇએસના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલ હુમલામાં ત્રણ ઈરાકી સુરક્ષા કર્મી મોતને ભેટ્યા છે અને અન્ય ચાર લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે રક્ષા સૂત્રો દ્વારા આ વાતની જાણકારી મળી રહી છે પ્રાંતીય પોલીસ કમાંડોએ  આપેલ માહિતી મુજબ સલાહુદીન પ્રાંતના યત્રીબ શહેરમાં બુધવારના રોજ પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે હાથાપાઈ થઇ હતી જેમાં આતંકવાદીઓએ કરેલ હુમલામાં 3 સૈનિકો મોતને ભેટ્યા છે.

(6:26 pm IST)