Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

ડરબનમાં મૂશળધાર વરસાદ ભૂસ્ખલન : ૬૦ મોત : ૧૦૦ દબાયાઃ શહેરમાં ૫-૫ ફૂટ પાણી ભરાયા

ડરબન તા. ૨૫ : દ.આફ્રિકામાં કવાઝુલુ નટાલ પ્રાંતના બંદરીય શહેર ડરબનમાં એકાએક વાતાવરણમાં પલટો આવતા મુશળધાર વરસાદ અને ત્યારબાદ પુર અને ભુસ્ખલનને કારણે ૬૦થી વધુ લોકોના મોત નિપજયા છે. ૧૦૦થી વધુ લોકો ઘવાયા છે. જેમાં ૬ મહિનાની બાળકીનો પણ સમાવેશ થાય છે. કવાઝુલુ નટાલ પ્રાંતના અધિકારીએ જણાવ્યું હતું કે, ક્ષેત્રના બધા જ વિસ્તારમાં એકાએક હવામાન બગડવાની સ્થિતિ સર્જાતા ખુબજ વરસાદ પડવા લાગ્યો અને ત્યારબાદ કેટલીક દુર્ઘટનાઓ પણ સર્જાઈ હતી. જેમાં ૩૨ લોકોને તાત્કાલીક ધોરણે હોસ્પિટલે ખસેડાયા હતા.

ડરબન શહેરમાં બે વર્ષ પછી સૌથી ભીષણ પુર હોવાનું માનવામાં આવી રહ્યું છે. પુરને કારણે સૌથી વધુ નુકશાન મઝીમવુ નદીના પાણીને કારણે થયું. તેનું તટબંધ તૂટી જવાથી શહેરભરમાં પાંચ-પાંચ ફૂટ જેટલા પાણી ભરાયા હતા. લોકોની ફોર વ્હીલર અડધો અડધ પાણીમાં ડુબી ગઈ હતી. પુરને લીધે ૧૦૦૦થી વધુ પરિવારો બેઘર થયા જેને હાલ કેમ્પમાં રાખવામાં આવ્યા છે. પુરની સ્થિતિને લઈ તાત્કાલીક ધોરણે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બચાવ અભિયાનના ગારીફે જણાવ્યું હતું કે, મોટાભાગના લોકોની મૃત્યુ પુરના પાણીમાં ડુબવાથી અને ભુસ્ખલનની સ્થિતિને કારણે થઈ છે. હજુ પણ કાટમાળમાં ફસાયેલા લોકોની શોધખોળ ચાલુ છે.

(3:40 pm IST)
  • દિલ્હી એરપોર્ટ ઉપર વિમાન સળગ્યું...: ગઇરાત્રે દિલ્હી એરપોર્ટ ઉપર ઉભેલ એર ઇન્ડિયાનું દિલ્હીથી સાન ફ્રાન્સીસ્કો જનાર બોઇંગ ૭૭૭ના ઓકઝીલરી પાવર યુનિટમાં આગ લાગી હતીઃ વિમાનમાં રીપેરીંગ કામ ચાલતુ હતુ. જો કે આગ તુરંત ઠારી દેવામાં આવેલ access_time 3:45 pm IST

  • રાત્રે દિલ્હીમાં કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી :ફાયર બ્રિગેડની 26 ગાડીઓ પહોંચી :દિલ્હીની ઝિલમિલ ઈન્ડ્રસ્ટ્રીયલ વિસ્તારમાં કેમિકલની ફેકટરીમાં ભયાનક આગ ;દૂર દૂર સુધી આગની જવાળાઓ દેખાઈ access_time 1:09 am IST

  • મની લોન્ડરિંગ મામલે ઇડીએ હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ઓમપ્રકાશ ચૌટાલા વિરુદ્ધ પૂરક ચાર્જશીટ દાખલ કરી :એડીએ આરોપમાં ઉલ્લેખ કર્યો છે કે દિલ્હી,પંચકુલા અને સિરસામાં ચાર સંપત્તિઓ વિષે 3, 68 કરોડ ની અસ્થાયી સંપત્તિ અને ચૌટાલા અને તેના પરિવાર જનોના બેન્ક ખાતામાં ગેરકાયદે રોકડ જમા કરીને આવકથી વધુ સંપત્તિને કાયદેસર બનાવી access_time 1:05 am IST