Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

એક ફિચરના કારણે ખોટા કેસમાં ફસાતા વિદ્યાર્થીએ એપલ સામે કર્યો ૭ હજાર કરોડનો દાવો

ન્યુયોર્કના એક વિદ્યાર્થીએ એપલ સામે ૧ બિલિયન (રૂ. ૭,૦૦૦ કરોડ)નો દાવો કર્યો છે. ૧૮ વર્ષીય ઓસ્માને સોમવારે અદાલતમાં દાવો કર્યો હતો કે એપલના ફેસિયલ રિકોગ્નિનશન સોફ્ટવેરએ તેને એપલ સ્ટોરમાં ચોરીની ઘટનાઓ સાથે જોડી દીધો હતો. આ કારણે, પોલીસે નવેમ્બર ૨૦૧૮માં તેની ધરપકડ કરી હતી.

ઓસ્માન બાહના જણાવ્યા પ્રમાણે, ધરપકડ વોરન્ટનો ફોટો ધરાવતા આરોપી સાથે મારો ફોટો જરાય મેળ ખાતો ન હતો. આ કેસમાં મારા પર એપલના સ્ટોરમાંથી ચોરી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પરંતુ, આ બનાવ બન્યો તે દિવસે હું મેનહટનમાં નહોતો.

બાહ કહે છે કે તેના ફોટોગ્રાફ વગર લર્નર પરમિટ ખોવાઈ ગયું હતું. એ હોઈ શકે છે કે મારી આઇડી ચોરના હાથે લાગી હોય. તેણે એપલના સ્ટોરમાં મારી આઈડી ઉપયોગ કર્યો છે. કદાચ એટલા માટે એપલના સોફ્ટવેરે તેનું નામ ચોરના ચહેરામાં ઉમેર્યું હોય. ચોરીના કિસ્સામાં શંકાસ્પદોને ટ્રેક કરવા માટે એપલ તેના સ્ટોર્સમાં ફેસિયલ રિકોગ્નિનશન સિસ્ટમનો ઉપયોગ કરે છે.

પીડિતે કહ્યું કે ખોટા આક્ષેપોને લીધે તેણે માનસિક તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂ જર્સીમાં એપલના સ્ટોરમાં ચોરીના કિસ્સામાં, બાહ સામે કેસ હજી ચાલુ છે.(૩૭.૭)

(1:53 pm IST)