Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

આ યુગલે એરપોર્ટ પર કર્યાં લગ્ન, કેમ કે ૧ર વર્ષ પહેલાં ત્યાં પહેલી મુલાકાત થયેલી

કલીવલેન્ડ તા. રપઃ અમેરિકાના મિશેલ બેલેઉ અને રોન પીટરસન નામના યુગલે કલીવલેન્ડ હોપ્કિન્સ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લગ્ન કર્યાં હતાં. કપલનું કહેવું છે કે તેમની પહેલી મુલાકાત આ જ એરપોર્ટ પર થયેલી એટલે તેમણે લગ્નની વિધિ પણ અહીં જ કરવાનું નકકી કર્યું હતું. બાર વર્ષ પહેલાં મિશેલના બોસે તેના કલાયન્ટ રોનને લેવા માટે તેને એરપોર્ટ મોકલી હતી. પ્રોફેશનલ મુલાકાત હોવા છતાં બન્ને પહેલી જ નજરે પ્રેમમાં પડી ગયા. એ પછી બન્ને લોસ એન્જલસમાં કામ કરવા લાગ્યાં અને તેમની દોસ્તી પાંગરી. બાર વર્ષના પ્રેમ પછી તેમણે લગ્ન કર્યા હતા અને આ માટે તેમણે એેરપોર્ટ ઓથોરિટી પાસેથી પરવાનગી પણ માગી હતી. એરપોર્ટના લગેજ નંબર ૬ પાસે તેઓ પહેલી વાર મળ્યા હતા ત્યાં જ લગ્નનાં વચનોની આપ-લે કરવાની પરવાનગી એરપોર્ટ ઓથોરીટી દ્વારા તેમણે મેળવી લીધી હતી. અહીં ૧ર૦ મહેમાનોની હાજરીમાં તેઓ લગ્ન થયાં હતાં.

(11:52 am IST)