Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

રશિયાની સૌથી જાડી ર૬૬ કિલોની મહિલાએ ખાસ પાડોશીઓનો ડર દૂર કરવા ૪૦ કિલો વજન ઘટાડયું

વોલ્ગોગ્રાડ તા.રપ : વજન એક વાર વધવા લાગે અને ધ્યાન ન રાખો તો રશિયાની નતાલિયા જેવી હાલત થઇ જાય ૩૬ વર્ષની નતાલિયા હાલમાં રશિયાની સૌથી જાડી મહિલા છે. વોલ્ગોગ્રાડ શહેરમાં રહેતી નતાલિયા ટીનેજ સુધી તો સરસ મજાની પાતળી હતી, પણ લગ્ન અને બાળકો થયાં એ પછી થોડીક બેફિકર થઇ ગઇ. એમાંય તેના દિકરાનું અકાળ અવસાન થયું એને કારણે તે ડિપ્રેશનમાં આવી ગઇ. તેના પતિએ પણ તેને છોડી દીધી એટલે તે વધુ એકલવાયી અને અકરાંતિયાની જેમ ખાતી થઇ ગઇ. પરિણામે એનું વજન ર૬૬ કિલોને પાર થઇ ગયું.

તેને વજન ઘટાડવાની પ્રેરણા તેના પાડોશીઓ તરફથી મળી એનું કારણ એ હતું કે બહેન ફલેટમાં બીજા મળે રહે છે. તે ઘરમાં સહેજ હાલે-ચાલે તો પણ પગ એટલો ભારે હતો કે નીચે ધબ-ધબ સંભળાય. મકાન વર્ષો જુનું થઇ ગયું હોવાથી નીચે રહેતા પાડોશીને ચિંતા રહેતી હતી કે આ જાડી મહિલાને કારણે કયારેક તેમની સીલિંગની કાંકરીઓ ખરી પણ હતી. પાડોશીઓ, સંબંધીઓ અને મિત્રોમાં વજનને કારણે શરમિંદગી અનુભવવી પડતી હોવાથી  બહેને આખરે વજન ઘટાડવા કમર કસી લીધી ખાવા પર કન્ટ્રોલ લાવવા માટે તેને જઠર નાનું કરાવવાની બેરિયાટ્રિક સર્જરી કરાવવી પડી. જો કે એ સર્જરી પછી તેનું વજન ૪૦ કિલો જેટલું ઘટયું છે. આ સફળતાની ઉજાણીરૂપે બહેને પોતાની તસ્વીરો સોશ્યલ મીડિયા પર અપલોડ કરી છે. હજીયે વજન અધધધ જ છે, પણ ઉતારવાની શરૂઆત થઇ ગઇ હોવાથી બહેન પોતે અને પાડોશીઓ બન્ને ખુશ છે.

(11:27 am IST)