Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2019

આ અસલી નહીં, કાર્ડબોર્ડની વોર-ટેન્ક છે

બીજિંગઃ કાર્ડબોર્ડની કલાકારીગરીમાં માહેર એવા ચાઇનીઝ આર્ટિસ્ટોની એક ટીમે ઇઝરાયલની મેકાર્વા MK$ વોર-ટેન્ક તૈયાર કરી છે. ચીનની રાજધાની બીજિંગમાં યોજાયેલા હોબી એકસ્પો ચાઇના ઇન્ટરનેશનલ મોડલ એકસ્પોમાં આ ટેન્ક રજૂ કરવામાં આવી છે. દૂરથી આ ટેન્કને જોતાં એ રિયલ હોય એવું જ જણાય છે કેમ કે એમાં સાઇઝ અને રચના બધું જ ઇઝરાયલની વોર-ટેન્કની હૂબહૂ પ્રતિકૃતિ સમાન છે. આ ટેન્ક બનાવવા માટે કાર્ડબોર્ડના પ૦૦૦ પાટ્ર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને પૂંઠાંની બની હોવા છતાં એ એકાદ માણસથી હલાવી શકાય એટલી હલકીફુલકી નથી. કાર્ડબોર્ડના કારીગરોને આ રેપ્લિકા બનાવવામાં પૂરા ૪૮ દિવસ લાગ્યા હતા.

(11:28 am IST)