Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

હિચકારી કૃત્યઃ પ્રેગ્નેટ મહિલાને બહાનું બનાવી ઘરે બોલાવીઃ ઘરમાં ઘૂસતા જ પેટ ચીરીને બાળકને કાઢી લીધું

લંડન, તા.૨૫: કોલંબિયાના સાનતિએગો દ કાલી શહેરમાંથી એક હૈરાન કરનારો મામલો સામે આવ્યો છ. અહીં પોલીસે એક એવી મહિલાની ધરપકડ કરી છે, જેને પોતાની જ એક પ્રેગ્નેટ મહિલા મિત્રનું પેટ ચીરીને તેનું બાળક કાઢી લીધુ હતું.

એક રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પોલીસે જણાવ્યુ છે કે, તેને મારિલુઝ મોસ્કવેરાથી ધરપકડ કરી છે. જેને યુલેજિસ નામની મહિલાને ૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ મર્ડર કર્યુ હતું. તેના વિરુદ્ઘ કિડનૈપિંગ અને હત્યાનો મામલો નોંધવામાં આવ્યો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે મારિલુઝએ પીડિતા યુલેઝિસને એક બહાનું બનાવીને ઘરે બોલાવી, મારિલુઝે તેને કહ્યુ હતું કે, તે આવનારા બાળકને નવા કપડા આપવા માગે છે. પણ જયારે યુલેઝિસ તેના ઘરે ગઈ, તો તેને મારી નાખી.

અહીં ઉલ્લેખનીય છે કે, મારિલુઝે ચાકૂથી મહિલાનું પેટ ચીરી નાખ્યુ અને તેનું બાળક કાઢી લીધું. ત્યાર બાદ મારિલુઝે યુલેઝિસના શબને એક તળાવ કિનારે ફેંકી દીધું. પીડિતા વેનેઝુએલાની માઈગ્રેંટ હતી.

ત્યારે હવે કોલંબિયા પોલીસે પીડિતા યુઝેલિસની જવેલરીના આરોપી મારિલુઝની પાસેથી ધરપકડ કરી છે. જે બાદ તેની સાથે પૂછપરછ કરતા આ મામલો ખુલ્યો હતો.

પોલીસે જણાવ્યુ હતું કે, મારિલુઝે આ ઉપરાંત પોતાની પ્રેગ્નેસીની ખોટી ખબર આપીને પોતાના સાસરિયાવાળા પાસેથી પૈસા લૂંટવાની પણ કોશિશ કરી હતી. મારિલુઝના પતિનું મોત થઈ ગયુ છે. મારિલુઝ પ્રેગ્નેસીની ખબર આપીને સાસરિયાવાળા પાસેથી પૈસા લૂંટતી રહેતી.

(4:14 pm IST)