Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

હેન્ડસમ છોકરાને જોતાં આ છોકરી ગુમાવી બેસે છે હોશઃ આવી જાય છે ચક્કર

ના..ના..આવું તો હોતું હશે???

લંડન, તા.૨૫: બ્રિટનની ક્રિસ્ટી બ્રાઉન નામની છોકરીને અજીબોગરીબ બિમારી છે. હેન્ડસમ અને સ્માર્ટ છોકરાને જોતા જ તે ચક્કર ખાઇને પડી જાય છે. એક ડિસઓર્ડરના કારણે તેને આમ થાય છે. કારણ કે કોઇપણ સ્ટ્રોંગ ઇમોશનમાં પોતાના શરીર પર કાબૂ ગુમાવી દે છે.

બ્રિટનના ચેશાયર શહેરની રહેવાસી ક્રિસ્ટી બ્રાઉનને દુર્લભ બિમારી છે. ક્રિસ્ટી બ્રાઉન ૩૨ વર્ષની છે. આ દુર્લભ બિમારી એક બ્રેન ડિસઓર્ડર છે, જેના લીધે તેને જાહેર જીવનમાં માથું ઝુકાવીને ચાલવું પડે છે. તે જયારે પણ કોઇ હેન્ડસમ છોકરાને જુએ છે તો તેના પગ ડગમગવા લાગે છે. તેને ચક્કર આવવા લાગે છે અને તે પડી જાય છે.

ક્રિસ્ટીને જે બ્રેન ડિસઓર્ડર છે તેને કેટાપ્લેકસી કહેવામાં આવે છે. આ ડિસઓર્ડરના કારણે ગુસ્સો, આનંદ, ડર જેવી લાગણીના કારણે માંસપેશીઓમાં પેરાલિસિસ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. આ સમસ્યાના લીધે દિવસમાં દ્યણીવાર પેરાલિસિસના આંચકા સહન કરવા પડે છે. જોકે તેમને આવનાર ઝટકા સામાન્ય રીતે ૨ મિનિટ સુધી રહે છે. ત્યારબાદ તે ફરીથી સામાન્ય થઇ જાય છે. તેના લીધે ક્રિસ્ટી ડગમગવા લાગે છે અને મોટાભાગે પડી જાય છે. ક્રિસ્ટી બ્રાઉને પોતાની આ સમસ્યાથી શરમ અનુભવે છે કારણ કે લગભગ પડી જાય છે. આમ ના થાય અને પોતાને બચાવવા માટે તેણે નીચી નજરે ચાલવું પડે છે.

નારકોલેપ્સી જીન સાથે જન્મેલી ક્રિસ્ટી કહે છે કે, તે કોઇની સાથે ચર્ચા કરતી વખતે અથવા હસતી વખતે પણ તેને આવું સહન કરવું પડે છે. તેમણે કહ્યું કે, ૯ વર્ષની ઉંમરમાં તેમને ઇજા પહોંચી હતી ત્યારબાદ સમસ્યા વધી ગઇ.

(4:13 pm IST)