Gujarati News

Gujarati News

News of Thursday, 25th March 2021

પર્યટકોનું જંક ફૂડ ખાઈ-ખાઈને ગોડઝિલા જાડિયો થઈ ગયો

જંક ફૂડ કોઈના પણ માટે સારૃં નથી, પછી એ માનવ હોય કે પશુ-પ્રાણી એનું ઉદાહરણ છે બેન્ગકોકનો આ વાનર ગોડઝિલા

નવી દિલ્હી તા. ૨૫ : જન્ક ફૂડ કોઈના પણ માટે સારું નથી, પછી એ માનવ હોય કે પશુ-પ્રાણી. એનું ઉદાહરણ છે બેન્ગકોકનો આ વાનર ગોડઝિલા. થાઇલેન્ડમાં બેન્ગકોકની બજારની એક દુકાનમાં મનોપ નામના દુકાનદારે તેની પહેલાંના દુકાનદાર દ્વારા ત્યજી દેવાયેલા ગોડઝિલા નામના વાનરને દત્ત્।ક લીધો હતો. તેને આવતા-જતા લોકો અને ટૂરિસ્ટો પાસેથી સતત મીઠા અને તૈલી પદાર્થો આપવામાં આવી રહ્યા હતા. પહેલાં-પહેલાં તો એને ખાવાની મજા પડી ગઈ. મુલાકાતીઓ પણ આજુબાજુવાળાઓનું સાંભળીને એને જન્ક ફૂડ જ આપતા ગયા. પરંતુ પછીથી એ જાડિયો થઈ ગયો, જેને કારણે એનું ઊછળકૂદ સાવ ઓછું થઈ ગયું. આજે એ મોટાપાનો શિકાર બની ગયો છે. હાલમાં એનું વજન ૨૦ કિલોગ્રામ કરતાં વધુ છે.

(3:24 pm IST)