Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ઇસ્લામિક સ્ટેટ મોઝામ્બિકમાં ગેસ પરિયોજના નજીક હુમલો કર્યાનો દાવો કર્યો

નવી દિલ્હી:મિલિટેટ સમૂહ ઇસ્લામિક સ્ટેટે ઉતરી મોઝામ્બિકમાં ગેસ પરિયોજના નજીક એક હુમલો કર્યાની જવાબદારી લીધી છે.મોઝામ્બિકમાં અધિકારીઓએ સુરક્ષા વિશેષજ્ઞોને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિદ્રોહીઓએ સોમવારના રોજ મોકીમ્બો દા પ્રાયા પર હુમલો કર્યાનો દાવો કર્યો છે.

               ઇસ્લામિક સ્ટેટે પોતાની એક સ્થાનિક સમાચાર એજન્સીના માધ્યમથી આ હુમલો કર્યાનો દાવો કર્યો છે.જેમાં જણાવવામાં આવ્યું છે કે ડઝનો સૈનિકો અને પોલીસ અધિકારીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે સરકારે હજુ સુધી મૃતકો તથા ઘાયલોનો આંકડો જાહેર કર્યો નથી.

(6:20 pm IST)