Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

રશિયામાં ભૂકંપના ઝટકા બાદ સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવતા લોકોમાં ખળભળાટ મચી જવા પામ્યો

નવી દિલ્હી: રશિયામાં બુધવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે. યુનાઈટેડ સ્ટેટ જિયોલોજિકલ સર્વેના જણાવ્યા મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.5 માપવામાં આવી છે. જો કે અત્યાર સુધી કોઈપણ પ્રકારની જાનહાનિ સર્જાઈ નથી

મીડિયા રિપોર્ટ્સ મુજબ, સ્થાનિક સમય અનુસાર બુધવારે બપોરે સમગ્ર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા અને ભૂકંપનું કેન્દ્ર જમીનથી 56.7 કિમી ઊંડાણમાં હોવાનું જણાવાયુ છે. ભૂકંપ બાદ 5,600 કિમી દૂર હવાઈમાં સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

(6:17 pm IST)