Gujarati News

Gujarati News

News of Wednesday, 25th March 2020

ડાઇનિંગ ટેબલને પૂલ ટેબલમાં ફેરવી કાઢ્યું આ ભાઈએ

સેલ્ફ-આઇસોલેશન દરમ્યાન ઘરમાં શું કરવું એ સૌથી મોટો સળગતો સવાલ દરેકને કનડી રહ્યો છે. કોઈ જ પ્રવૃત્ત્િ। ન હોવાથી લોકોને ઘરમાં જ કંઈક એન્ટરટેઇનમેન્ટ જોઈએ છે. આ માટે લોકો જાતજાતનાં ગતકડાં કરતા હોય છે. આવા જ એક ગતકડારૂપે એક ભાઈએ ઘરમાં જ પોતાના ડાઇનિંગ ટેબલને પૂલ ટેબલમાં કન્વર્ટ કર્યું હતું. ઘરમાં પોતાનું પૂલ ટેબલ હોય એવી ઇચ્છા દરેકને હોય અને એ પણ જાતે તૈયાર કરેલું ટેબલ હોય તો? ટ્વિટર પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં કઈ રીતે આ યુવાને ડાઇનિંગ ટેબલને પૂલ ટેબલમાં ફેરવ્યું છે એ જોવા મળી રહ્યું છે. ૨૧ માર્ચે પોસ્ટ કરેલા આ વિડિયોને અત્યાર સુધીમાં ૧૧,૭૦૦ લાઇકસ મળી છે અને ૨૨૦૦ કરતાં વધુ વખત રિટ્વીટ કરાયો છે.

(3:37 pm IST)