Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

હાઇજેક થયેલ બસથી પ૦ બાળકોને બચાવનાર મિસ્રના કિશોરને ઇટાલી નાગરિકતા આપશે.

ઇટાલી સરકાર મિસ્રના વિદ્યાર્થી રામી શહતા(૧૩) ને નાગીરકતા આપશે જેણે બસ ડ્રાઇવર દ્વારા અપહરણ કરાયેલ પ૦ સ્કુલના બાળકોને  અને પોતાને બચાવેલા હતા. એણે અરબીમાં દુવા કરવાનું નાટક કરતા પિતાને ફોન પર હાઇજેકીંગની સૂચના આપી હતી. ડ્રાઇવરએ બાળકો પાસેથી ફોન છીનવી લીધા હતા, પરંતુ રામી પોતાનો ફોન છુપાવવામાં સફળ રહ્યો હતો.

(10:00 pm IST)