Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

નાનપણથી બાળકોને મગફળી ખવડાવો : એલર્જીથી બચવામાં મદદરૂપ

અમેરિકન એકેડમી ઓફ પીડીયાટ્રીકસ તરફથી આવેલ નવી માર્ગદર્શિકા અનુસાર બાળકોને મગફળી ખવડાવવાથી તેમને એલર્જીથી બચાવવામાં મદદ મળે છે.

મીડીયાટ્રીકસ જર્નલમાં પ્રકાશિત થયેલ આ માર્ગદર્શિકા એએપીની ર૦૦૮ની માર્ગદર્શિકાને અપડેટ કરે છે અને બદલાવે છે જે અસ્થમા, ચામડી અને ફૂડ એલર્જી અંગે બહાર પાડવામાં આવી હતી. આ બાબતમાં વિજ્ઞાન હજી  વિકસી રહ્યું છે ત્યારે એએપીનો નવો રીપોર્ટ કહે છે કે બાળકોના જીવનમાં શરૂઆતમાં જ અમુક ખોરાક હેતુપૂર્ણ રીતે આપવામાં આવે તો તેનાથી ૮ ટકા અમેરિકન બાળકો અને ૧૧ ટકા અમેરિકન પુખ્તોને થતી ફ્રૂડ એલર્જીને વિકસીત રોકી શકાય છે.

વર્ષો સુધી ડોકટરો એવું વિચારતા હતા કે મગફળી ઇંડા અને દૂધ બાળકોને થોડા મોડા આપવાનું શરૂ કરવું જોઇએ પણ ર૦૦૮માં એએપીની માર્ગદર્શિકામાં કહેવાયું હતું આ બધુ બાળકોને ૪ થી ૬ મહિનાની ઉંમરે આપવાનું શરૂ કરવુ઼ જોઇએ.

નવી માર્ગદર્શિકા અનુસાર એવું કહેવાયું છે કે મગફળી તો તેનાથી પણ વહેલી શરૂ કરવી જોઇએ. ર૦૦૮ થી પીનર એલર્જી, એગ એલર્જી અથવા વારસાગત એલર્જી ધરાવતા બાળકો પર ઘણા બધા અભ્યાસો થયા હતા. જેના તારણોમાં જાણવા મળ્યું હતું કે ચાર થી છ મહિનાની ઉંમરે યોગ્ય ડોકટરી માર્ગદર્શન હેઠળ મગફળીનો ઉપયોગ કરાયેલી વસ્તુઓ જો બાળકોને આપવામાં આવે તો તેનાથી એલર્જી થવાની શકયતામાં ઘટાડો થાય છે.

એએપી અનુસાર ઇંડા અને માછલી જેવા એલર્જીક ખાધ પદાર્થો કેટલા મોડા શરૂ કરવા જોઇએ જેનાથી એલર્જીને રોકી શકાય તે અંગેની કોઇ સાબિતિઓ નથી. માર્ગદર્શિકામાં એવી કોઇ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે બાળકોને કયારે આ ખોરાક (ઇંડા અને માછલી) શરૂ કરવો જોઇએ પણ તે એવું કહે છે કે આની કોઇ સાબિતિઓ ન હોવાથી તેને શરૂ કરવા માટે જાણી જોઇને ૬ મહિનાની ઉંમરથી વધારે મોડુ ન કરવું જોઇએ.

નવી માર્ગદર્શિકા કહે છે કે સ્તનપાનથી ફૂડ એલર્જી રોકી શકાય છે. એવી કોઇ મજબુત સાબિતીઓ નથી. પહેલા ત્રણથી ચાર મહિના સુધી ફકત સ્તનપાન પર રહેતા બાળકોમાં ચામડીના રોગ અને ૪ મહિના પછી પણ સ્તન પાન પર રહેતા બાળકોમાં સસણી અને અસ્થમાં થવાની શકયતાઓ ઘટી જાય છે. (ટાઇમ્સ હેલ્થમાંથી સાભાર)

(4:18 pm IST)