Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

લંડનના પોલીસ હેકવોર્ટરને ભારતીયે ૬૮ કરોડ ખર્ચીને લકઝરી હોટલ બનાવી દીધી

લંડન તા ૨૫ :  લંડનના વેસ્ટમિનીસ્ટરમાં એક જમાનામાં લંડનની મેટ્રોપોલીટીન પોલીસનું હેડકવાર્ટર ગણાતા ગ્રેટસ્કોટલેન્ડ યાર્ડના બિલ્ડિંગની  સિકલ હવ ેબદલાઇ ગઇ છે. આ બિલ્ડિંગ ૧૮૯૦ની સાલ સુધી મેટ્રોપોલિટીન પોલીસનું હેડકવાર્ટર રહી હતી, જેને ૨૦૧૫માં યુસુફઅલી કાદર નામના  ભારતીય અબજોપતિએ ૧૧૦ મિલ્યિન પાઉન્ડ એટલે કે લગભગ ૧૦ અબજ રૂપિયામાં ખરીદી લીધેલું. યુસુફઅલીનો ે વિચાર આ વિન્ટેજ પોલીસ કવોર્ટરને લકઝુરિયસ હોટલમાં તબદીલ કરવાનો હતો, જે આ વર્ષે સાકાર થવા જઇ રહયો છે. હોટલનું રિનોવેશન ઓલમોસ્ટ પુરૂ થવાના આરે છે અને ટુંક સમયમાં એ પબ્લિક માટે મુકાશે. એની સિકલ બદલવા માટે મિલ્યન પાઉન્ડ એટલેે કે લગભગ ૬ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. આ હોટેલ લકઝુરિયસ છે કે અહીં એક રાત રોકાવાના ૧૦,૦૦૦/- પાઉન્ડ એટલે કે લગભગ ૯ કરોડ રૂપિયા છે. ૧૮૨૯ની સાલમાં બિલ્ડિંગમાં લગભગ ૧૫૩ રૂમ છે. એમ તો એક સમયે કેદખાના તરીકે વપરાતા હવે લકઝુરિયસ સ્યૂટમાં કન્વર્ટ થઇ ગયું છે. હોટલમાં લંડનના કેટલાક ફેમ્સ કેદીઓ અને એના અવશેષો  પણ જોવા મળશે

(11:44 am IST)