Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

૪૦૧ મીટર લાંબા ડાઇનિંગ ટેબલ પર ર૦૦૦ લોકોએ લીધું જમણ, બન્યો રેકોર્ડ

પેરિસ તા. રપ :.. ફ્રાન્સના ફળો અને શાકભાજીના સૌથી મોટા માર્કેટમાં થોડા દિવસ પહેલાં રેકોર્ડબ્રેક લંચનું આયોજન થયું હતું. રાજધાની પેરિસ સીટીની દક્ષિણે સાત કિલો મીટરના અંતરે રેન્ગિસ માર્કેટ આવેલું છે જે વશ્વિનું સૌથી મોટું ફ્રેશ પ્રોડકટસનું માર્કેટ છે. પ૮૦ એકરમાં પથરાયેલા આ માર્કેટમાં ૧ર,૦૦૦ જેટલા હોલસેલર્સ, ઉત્પાદકો, એજન્ટો અને રીટેલર્સની અહીં શોપ્સ છે. ગયા અઠવાડીયે આ માર્કેટને પચાસ વર્ષ પુરાં થયાં એ નિમિતે ખાસ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ તોડવાના હેતુથી લંચ ગોઠવવામાં આવ્યું હતું. ફળો અને શાકભાજીના સ્ટેન્ડસની વચ્ચે એક લાંબું સળંગ ટેબલ સજાવવામાં આવ્યું હતું. એ ટેબલની લંબાઇ ૪૦૧.રર મીટર હતી. એ ટેબલ પર સ્થાનિક શોપવાળા લગભગ ર૦૦૦ લોકોએ એક સાથે બેસીને ભોજન લીધું હતું. આ ઘટનાએ ર૦૧૭ માં બનેલા ૩રર મીટર લાંબા ડીનર-ટેબલનો રેકોર્ડ તોડયો હતો.

(11:44 am IST)