Gujarati News

Gujarati News

News of Monday, 25th March 2019

ઓસ્ટ્રેલિયાની ઘટના

પોતાની બે વિદ્યાર્થીનીઓ સાથે ૪૮ વખત સજાતીય સંબંધ બાંધનાર શિક્ષિકાને ૨૦ વર્ષની હવે થવાની છે સજા

સીડની તા. ૨૫ : પોતાની બે વિદ્યાર્થિનીઓ સાથે સજાતિય સંબંધ બાંધનારી શિક્ષિકાને હવે ૨૦ વર્ષની જેલની હવા ખાવાનો વારો આવી શકે છે. ઓસ્ટ્રેલિયાના પર્થની સ્કૂલમાં ભણાવતી ૨૮ વર્ષની આ શિક્ષિકાના બે વિદ્યાર્થિનીઓ સાથે બે વર્ષથી વધુ સમય સુધી સેકસ સંબંધ હોવાની વાત સામે આવ્યા બાદ પાછલા વર્ષે તેની ધરપકડ કરવામાં આવી હતી.

ડેઈલી મેલની રિપોર્ટ મુજબ આ શિક્ષિકા પોતાના વિદ્યાર્થીઓને ફોટોગ્રાફી અને ગ્રાફીક ડિઝાઈન વર્કશોપ્સ માટે બીચ પર લઈ જતી હતી. જયાં જઈને તે વિદ્યાર્થિનીઓ સાથે આ રીતે સંંબંધ બાંધતી. ૧૬ વર્ષથી નાની વયની છોકરીઓ સાથે સેકયુઅલ એકટ બદલ તેને ૨૦ વર્ષની સજા થઈ શકે.

એક વિદ્યાર્થિનીએ શિક્ષિકા સાથે પોતાના રિલેશન હોવાની વાત સ્વીકાર્યા બાદ તેની વિરુદ્ઘ તપાસ શરૂ કરાઈ હતી. શિક્ષિકાએ ૧૩ અને ૧૬ વર્ષની બે વિદ્યાર્થિનીઓ સાથે ૪૮ વખત સેકસ માણ્યું હતું. વર્ષ ૨૦૧૩થી સ્કૂલમાં ભણાવી રહેલી આ શિક્ષિકાની પાછલા વર્ષે જુલાઈમાં ધરપકડ કરવામાં આવી હતી.

કામ વાસનામાં અંધ થયેલી આ શિક્ષિકાએ ભોગ બનેલી પીડિતા પર પ્રતિકાર કરવા બદલ ૧૯ વખત હુમલો કર્યો હતો. વર્ષ ૨૦૧૭માં તેણે બીજી વિદ્યાર્થિની સાથે દુર્વ્યહાર કરીને તેની સાથે ૧૪ વખત સજાતિય સંબંધ બાંધ્યા હતા. ઓસ્ટ્રેલિયાના કાયદા મુજબ ૧૬ વર્ષથી નાની વયના બાળકો સાથે સેકસ્યુઅલ એકટમાં શામેલ થવું ગુનો બને છે, આ દુષ્કૃત્ય માટે તેને વધુમાં વધુ ૨૦ વર્ષની જેલની હવા ખાવી પડી શકે છે.

(10:04 am IST)