Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

અફઘાનિસ્તાનમાં નાગરિકોને લઈને જઈ રહેલ એક વેનમાં વિસ્ફોટ થતા એક જ પરિવારના 10 સભ્યોના મોતથી અરેરાટી

નવી દિલ્હી:દક્ષિણી અફઘાનિસ્તાનમાં નાગરિકોને લઈને જઈ રહેલ એક મિનિવેનમાં એન્જીનમાં વિસ્ફોટ થતા આગ ભભૂકી ઉઠી હતી જેમાં એક જ પરિવારના 10 સભ્યોના મોત નિપજ્યા હોવાનું માલુમ પડી રહ્યું છે  અધિકારીઓએ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે મૃત્તકલોકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થઇ રહ્યો છે. દક્ષિણી ઉરોજગાનના પ્રાંતીય પોલીસના પ્રવક્તા અહમદ શાહ સોહેલે જણાવ્યું હતું કે પરિવારના સભ્યો ગાડીમાંથી નીકળી નહોતા શક્ય કારણકે પાણી ગાડીમાં અડધી ડૂબી ગઈ હતી.

            વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વધુ ઉંચો દબાવ અને પાણીનું એન્જીનમાં ઘુસી જવાના કારણોસર આ વિસ્ફોટ થયો હતો અને ગાડીની અંદર આગ લાગવાથી તેમાં સવાર એક જ પરિવારના 10 સભ્યો મોતને ભેટ્યા હતા.

(6:00 pm IST)
  • દેશના ફાઈનાન્સ સેક્રેટરી પદ માટે ગુજરાતના આઇએએસ ઓફિસર ફ્રન્ટ રનર દેશના નવા નાણા સચિવના પદ ઉપર ટૂંક સમયમાં ગુજરાત કેડરના સિનિયર આઇએએસ ઓફિસર આવી રહ્નાનું જાણવા મળે છે. સત્તાવાર સમર્થનની રાહ જોવાઇ રહી છે. (ન્યુઝફર્સ્ટ) access_time 11:44 am IST

  • દત્તક લીધેલા યુંઅવાકના લગ્નમાં ગાઝીપુર જશે રક્ષામંત્રી રાજનાથસિંહ : આશ્રમ પદ્ધતિ વિદ્યાલય વારાણસીમાં વિજેન્દ્રે ટોપ કર્યું હતું : રાજનાથસિંહ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે વારાણસી સ્થિત આશ્રમ પદ્ધતિ વિદ્યાલયના તત્કાલીન પ્રધાનાચાર્યને ફોન કરીને બે ગરીબ અને તેજસ્વી બાળકોને દત્તક લેવા ઈચ્છા દર્શાવી હતી :વિજેન્દરને દત્તક લઈને રાજનાથસિંહે અભ્યાસની જવાબદારી નિભાવી હતી access_time 1:23 am IST

  • મહાકૌભાંડી નીરવ મોદીને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવશે, યુકેની કોર્ટમાં કેસ હાર્યો. ભારતીય એજન્સીઓ માટે મોટી જીત. access_time 4:41 pm IST