Gujarati News

Gujarati News

News of Thursday, 25th February 2021

ચોખ્ખા પાણીની માછલીઓ વિલુપ્ત થવાના આરે હોવાનો એક રિપોર્ટમાં ખુલાસો

નવી દિલ્હી: એક તાજેતરના અધ્યયનમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે ચોખ્ખા પાણીની એક તૃતીયાંશ માછલીઓ પર વિલુપ્તી (નાશ થવાનો) ખતરો તોળાઈ રહ્યો છે. ધી વર્લ્ડ ફર્ગોટન ફિશ નામના રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.આ રિપોર્ટ જૈવ વિવિધતાના સંરક્ષણ માટે કામ કરતી 16 સંસ્થાઓએ મળીને તૈયાર કર્યો છે. તેમાં પ્રદૂષણ અને જલવાયુ પરિવર્તનને સૌથી મોટા ખતરાના રૂપમાં સૂચિબદ્ધ કરાયું છે. રિપોર્ટ અનુસાર વૈશ્વિક આધારે લગભગ એક તૃતીયાંશ સાફ પાણીની માછલીઓ લુપ્ત થવાના આરે છે.

            નવા અહેવાલો અનુસાર વર્ષ 1970 બાદથી પ્રવાસી મીઠા પાણીની માછલીઓની વસ્તી સતત ઘટી રહી છે અને તેમાં 76 ટકા જેટલો ઘટાડો થયો છે જયારે બીજી બાજુ 50 કિલોથી વધુ વજનની માછલીઓ લગભગ દરેક નદીમાંથી વિલુપ્ત થઈ ગઈ છે.1960ના દાયકામાં બ્રિટનમાં ઝડપથી મીઠા પાણીની માછલીઓ વિલુપ્ત થઈ હતી, જયારે યુરોપીય ઈલ માછલી પણ ગંભીર રૂપે ખતરામાં છે.રિપોર્ટ અનુસાર લગભગ 51 ટકા માછલીઓની પ્રજાતીઓ મીઠા પાણીમાંથી મળી આવે છે. આ માછલીઓથી દુનિયાભરના કરોડો લોકોની રોજીરોટી અને ભરણપોષણ થાય છે. મીઠા અને ચોખા પાણીની માછલીની પ્રજાતીઓ વિલુપ્ત થવાને પગલે આવા કરોડો લોકોની રોજી રોટી પર અસર કરી શકે છે.

(5:57 pm IST)