Gujarati News

Gujarati News

News of Sunday, 25th February 2018

સીરિયામાં 30 દિવસના સંઘર્ષ વિરામ પર સંયુક્ત રાષ્ટ્ર પરિષદમાં સહમતી

બેઠકમાં 30 દિવસના સંઘર્ષ વિરામના પ્રસ્તાવને સર્વાનુમતે પસાર: 15 સભ્યોએ મદદ પહોંચાડવા અને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવવા મત આપ્યો.

સીરિયામાં ચાલી રહેલા સંઘર્ષને રોકવાના હેતુથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 30 દિવસના સંઘર્ષવિરામ પર સહમતી સધાઈ છે.સુરક્ષા પરિષદની બેઠકમાં 30 દિવસના સંઘર્ષ વિરામના પ્રસ્તાવને સર્વાનુમતે પસાર કરી દીધો છે.

 સુરક્ષા પરિષદના તમામ 15 સભ્યોએ સંઘર્ષથી પ્રભાવિત વિસ્તારમાં મદદ પહોંચાડવા અને મેડિકલ સારવાર ઉપલબ્ધ કરાવવા માટે મત આપ્યો.

આ સપ્તાહની શરૂઆતથી જ સીરિયાની સરકારે દમાસ્કસ નજીક વિદ્રોહીના કબ્જાવાળા વિસ્તાર પૂર્વ ગૂતામાં બોમ્બમારો શરૂ કરી દીધો હતો.

(7:51 pm IST)