Gujarati News

Gujarati News

News of Tuesday, 25th January 2022

બરફના વાવાઝોડાના કારણોસર તુર્કી સહીત ગ્રીસમાં મચી અફડાતફડી:યુરોપનું સૌથી વ્યસ્ત એરપોર્ટ બંધ કરવામાં આવ્યું

નવી દિલ્હી: યુરોપના સૌથી વ્યસ્ત એરપોર્ટમાંનુ એક ઈંસ્તાબુલ એરપોર્ટને ભારે બરફવર્ષા અને બરફના તોફાન બાદ બંધ કરી દેવાયુ છે. ભારે બરફવર્ષાએ અત્યારે યુરોપીય દેશોને ઘણા મુશ્કેલીમાં મૂક્યા છે. બરફના તોફાનના કારણે એથેન્સમાં સ્કુલ અને રસીકરણ કેન્દ્રને બંધ કરવી પડી છે. પૂર્વી ભૂમધ્યસાગરમાં ઉઠેલા દુર્લભ બરફના તોફાન બાદ કેટલાક શહેરમાં બ્લેકઑઉટની સ્થિતિ છે અને પરિવહન પર ખરાબ રીતે અસર પડી છે. ઈંસ્તાબુલના ગવર્નર અલી યેરલિકયાએ લોકોને અપીલ કરી છે કે જ્યાં સુધી અત્યંત જરૂરી ના હોય લોકો મુસાફરી કરવા માટે ઘરેથી બહાર ન નીકળે કેમ કે બરફના તોફાનના કારણે હવામાન ઘણુ ખરાબ થઈ ચૂક્યુ છે. સરકારી કર્મચારીઓને સોમવારના દિવસે અડધા દિવસ બાદ જ રજા આપવામાં આવી છે. ગવર્નર અલી યેરલિકયાએ એક વધુ નિવેદનમાં કહ્યુ છે કે બરફના તોફાનના કારણે દેશના ઉત્તરી ભાગમાં થ્રેસ તરફથી ઈંસ્તાબુલ આવવાની ગાડીઓના શહેરમાં પ્રવેશ પર રોક લગાવી દેવાયો છે. ઈસ્તાંબુલના મેયર એકરેમ ઈમામોગ્લુએ કહ્યુ છે કે નગરપાલિકાના લગભગ 7400 કર્મચારીઓને લોકોની મદદ કરવા માટે કહેવામાં આવ્યુ છે અને નગરપાલિકા કાર્યાલય સતત ખુલ્લુ છે અને લોકોની મદદ કરી રહ્યુ છે, ઈમરજન્સી ટીમને હાઈએલર્ટ પર રખાઈ છે જેથી કોઈ પણ પ્રકારની અનહોની થાય તો તાત્કાલિક એક્શન લઈ શકાય.

(6:04 pm IST)