Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

વિશ્વની ત્રણ સંસ્થાઓએ વર્ષ 2019ને સૌથી ગરમ દાયકા તરીકે ગણાવ્યો: કર્યું અનોખું સંશોધન

નવી દિલ્હી:વિશ્વની ત્રણ સંસ્થાઓએ વર્ષ 2019ની સાથે પૂર્ણ થયેલા દાયકાને નોંધાયેલા સૌથી વધુ ગરમ દાયકા તરીકે ગણાવ્યો છે.યુએસની નાસા NASA અને NOAA તથા યુકેની Met Officeના જણાવ્યા અનુસાર 1850થી રાખવામાં આવેલા રેકર્ડ પ્રમાણે વીતેલું વર્ષ બીજા નંબરનું સૌથી ગરમ વર્ષ હતું. 170 વર્ષના રેકર્ડમાં છેલ્લાં પાંચ વર્ષ સૌથી વધુ ઉષ્ણાપૂર્ણ રહ્યાં છે, જે ઔદ્યોગિક યુગની શરૂઆત પહેલાંનાં વર્ષો કરતાં એક ડિગ્રી સેલ્સિયસથી પણ વધારે ગરમ રહ્યાં હતાં.

                આ આંકડા નવાઈ પમાડે તેવા નથી, કેમ કે વર્લ્ડ મિટિયોરોલૉજિકલ ઓર્ગેનાઇઝેશન (WMO)એ ડિસેમ્બર 2019ની શરૂઆતમાં જ જણાવી દીધું હતું કે આ દાયકો સૌથી વધુ તાપમાન ધરાવનાર દાયકો સાબિત થઈ શકે છે.

(5:05 pm IST)