Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

આરોગ્ય સુવિધા વધવાને કારણે વધે છે માનવીનું સરેરાશ આયુષ્ય: યૂક્રેમાં મહિલા અને પુરુષના આયુષમા ભરખમ વધારો

નવી દિલ્હી:આરોગ્ય સુવિધા વધવાને કારણે માનવીનું સરેરાશ આયુષ્ય વધ્યું છે. યુકેમાં પણ સરેરાશ આયુષ્યમાં વધારો થયો છે, જો કે છેલ્લા ૪૫ વર્ષમાં મહિલાઓનાં સરેરાશ આયુષ્યમાં સાત વર્ષનો વધારો થયો છે, તો પુરુષોના સરેરાશ આયુષ્યમાં ૧૨ વર્ષનો વધારો થયો છે. સામાન્ય રીતે ભૂતકાળ ઉપર નજર નાખીએ તો જૈવિક અને સુરક્ષિત જીવનશૈલીને કારણે પુરુષો કરતાં મહિલાઓનું આયુષ્ય લાંબું રહ્યું છે, ત્યારે હવે એમાં કેમ ઊલટફેર થઈ ગયો ? ૨૦૧૮માં પુરુષો માટે સરેરાશ આયુષ્ય ૨૦૧૮ના વર્ષમાં સૌથી વધુ રહ્યું હતું, જ્યારે મહિલાઓ માટે ૨૦૧૧, ૨૦૧૨ અને ૨૦૧૪માં મહિલાઓનું સરેરાશ આયુષ્ય ૮૮ વર્ષ સુધી પહોંચ્યું હતું. ત્યારબાદ તેમાં બીજો કોઈ સુધારો જોવા મળ્યો ન હતો. બીજી તરફ જીવનશૈલીમાં સુધારો પણ ૧૯૭૦ના દાયકાથી જણાઈ રહ્યો છે. ૨૦૧૮માં ૧૦,૭૩૦ પુરુષો ૮૬ વર્ષની સરેરાશ વયે મૃત્યુ પામ્યાં હતાં. આમ બ્રિટનમાં મહિલાઓનું સરેરાશ આયુષ્ટ ૮૮ વર્ષ જ્યારે પુરુષોનું આયુષ્ટ ૮૬ વર્ષ નોંધવામાં આવ્યું હતું.

(4:59 pm IST)