Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

કોઇકે આ ભાઇની જીવતેજીવ કબર બનાવી દીધી

લંડન તા. ૨૫ : સ્કોટલેન્ડના ફોરફરમાં રહેતા ૭૫ વર્ષના અલાન હાટેલની સોશ્યલ લાઇફ છેલ્લા ત્રણથી ચાર મહિનાથી તદ્દન શુષ્ક હતી. ન કોઈ ફોન કોલ કે ન કોઈ મળવા આવે. જોકે આની પાછળનું કારણ તેને ત્યારે સમજાયું જયારે તેણે ફોરફરના ન્યુમોન્ટહિલ કબ્રસ્તાનમાં પોતાની કબર જોઈ. જેને સમજાયું કે લોકો તેને મૃત માની રહ્યા હતા. હવે તે લોકોને જણાવવા માગે છે કે તે જીવતો છે.

તેણે પોતાની કબર પાસે ઊભા રહીને ફોટો પડાવીને જાહેર કર્યું છે કે તે જીવિત છે અને તેની કબર ચણવાનું કામ તેની જાણ બહાર થયું છે. તેને શંકા છે કે આ કામ તેની ભૂતપૂર્વ પત્નીનું છે. જોકે તેને આ વાતની ખાતરી નથી.

૭૫ વર્ષ વેલ્ડર તરીકે કામ કરી નિવૃત્ત થયેલા અલાન હાટેલ અને તેની પત્ની ૨૬ વર્ષ પહેલાં કોઈ પણ જાતની કડવાશ વિના છૂટાં પડી ગયાં છે, પણ કબર જોયા બાદ તેનું માનવું છે કે તેની પત્નીએ આ પ્લોટ ખરીદીને બન્નેને એમાં એકસાથે દફન કરાય એવી ઇચ્છાથી આ કૃત્ય કર્યું છે.

(12:08 pm IST)