Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

રોડ પર તહેવારની ઝાકઝમાળ જળવાઈ રહે એ માટે લેન્ડ રોવર કારને એલઈડી લાઇટ્સથી સજાવી

તહેવારોની ખરી રોનક ત્યારે જ વર્તાય જયારે જાહેર માર્ગો અને મોટી ઇમારતો પર લાઇટોનો ઝગમગાટ અને અનોખી સજાવટ હોય. આપણે ત્યાં જેમ દિવાળીમાં શહેર ઝળહળી ઊઠે છે એમ વિદેશોમાં ક્રિસમસની મજા ચળકાટ સાથે ઊજવાય છે. જોકે લંડનના રેનેસ પાર્કમાં એક ડ્રાઇવરે હરતીફરતી કારને ક્રિસમસ સેલિબ્રેશનનો અદ્બુત નમૂનો બનાવી દીધી છે. એક સર્વિસ સ્ટેશન પર કાળા રંગની લેન્ડ રોવરને એલઈડી લાઇટ્સથી સજાવવામાં આવી હતી. તેના ડ્રાઇવરનું કહેવું હતું કે રોડ પર જતા અન્ય લોકોને તહેવારની ખુશી અનુભવાય એ માટે મેં કારને હજારો એલઈડી લાઇટ્સથી શણગારી છે. બ્રિટનમાં રસ્તા પર એલઈડી લાઇટ્સથી શણગારાયેલી આ એક જ કાર નથી, આ પહેલાં પણ આ પ્રકારે તહેવારમાં વાહનો સજાવવામાં આવ્યાં હતાં. સડસડાટ દોડતી જતી આવી ગાડીઓ દ્યડીભર માટે કમ્યુટર્સના ચહેરા પર સ્મિત લાવી દે છે.

(3:30 pm IST)