Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ચેતજો... સફેદ બ્રેડ ખાવાથી થઇ રહી છે અનિદ્રાની સમસ્યા

કાર્બોહાઇડ્રેટથી વધે છે રકત શર્કરાઃ પ્રોસેસ્ડફુડ સ્વાસ્થ્ય માટે ખતરા સમાન

લંડન,તા.૨૪: મીઠી અને સફેદ બ્રેડ ખાનારી બુઝુર્ગ મહિલાઓમા અનિદ્રાની સમસ્યા વધતી જોવા મળી રહી છે. ૬૦ વર્ષની ઉંમરની ૫૦૦૦૦ મહિલાઓના ખોરાકનું અધ્યયન કરવા પર ખુલાસો થયો છે કે વધુ પ્રોસેસ્ડ ફૂડ અને ખાંડ ખાવાથી નીંદરમાં દ્યટાડો થયો છે અને લોકો અનિદ્રાનો શિકાર થઇ શકે છે.

ન્યુયોર્કના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, વધુ ખાંડ ખાવાથી શરીરમાં રકત શર્કરાનું સ્તર એટલું બદલે છે કે શરીર એક એવું હોર્મોન બનાવ લાગે છે તો વધુ મોડે સુધી જાગવાનું કારણ બને છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, નિંદરના દ્યટાડાથી લોકોને વધુ ખાવાની ઈચ્છા થાય છે કારણકે તેમને ભૂખ લાગે છે. સંશોધનમાં જાણવા મળ્યું છે કે મીઠું અને પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી ૧૬ ટકા મહિલાઓમાં અનિંદ્રાનો ખતરો જોવા મળ્યો.

કોલમ્બિયા યુનિવર્સીટીના મનોવૈજ્ઞાનિક અને શોધકર્તા ડોકટરે કહ્યું અમારી શોધથી માલુમ પડે છે કે જે લોકો અનિદ્રાનો શિકાર થાય છે તેમનો આહાર તેના માટે દોષી હોય છે. વજનને વધતા રોકવા ઉપરાંત અનિદ્રાથી બચવા માટે પણ લોકોને ગળ્યું અને પ્રોસેસ્ડ ફૂડથી દૂર રહેવું જોઈએ.

શોધકર્તાઓને માલુમ પડ્યું કે જે મહિલાઓના આહારમાં સૌથી વધુ ગ્લાઈસાઇમિક ઇન્ડેકસ હતું તેમાં અનિદ્રાની સમસ્યા અન્ય મહિલાઓના આહારમાં વધુ શાકભાજી, ફાઈબર, અને ફળ હતા તેમાં અનિદ્રાની સમસ્યા હોવાનો ખતરો ઓછો જોવા મળ્યો છે.

(12:47 pm IST)