Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

ચીનની અજીબોગરીબ ઘટના: પતિ-પત્નીના ઝઘડાએ લીધો શાળાના પાંચ બાળકોનો જીવ

નવી દિલ્હી:ચીનમાં અકસ્માતનો એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે.અહી એક વ્યક્તિએ પોતાની પત્ની સાથે ઝઘડો કર્યા બાદ પોતાના મગજનું સંતુલન ખોઈ દીધું હતું અને સ્કુલના બાળકો પર ગાડી ચઢાવી દીધી હતી. આ અકસ્માતમાં ૫ બાળકોના ઘટના સ્થળ પર જ મૃત્યુ થયા હતા જયારે ૧૬ બાળકો સહિત ૧૮ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

શુક્રવારે આ સમાચાર સ્થાનિક પોલીસે આપ્યા હતા.

ઘાયલ થયેલા લોકોમાં બે શિક્ષક અને ૧ રસ્તા પર ચાલતો વ્યક્તિ પણ શામેલ છે. ઘાયલ થયેલા ૧૯ લોકોમાં ત્રણની હાલત અત્યંત ગંભીર છે.આરોપી લિયોનીંગ શહેરનો રહેવાસી છે.

આરોપીએ પૂછપરછમાં જણાવ્યું હતું કે તેની પત્ની સાથે થયેલા ઝઘડામાં તે આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. પરંતુ આરોપીએ અચાનક તેની ગાડી સ્કુલના બાળકો પર ચઢાવી દીધી હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે હુલુદાઓ શહેરમાં કાર ચલાવી રહેલા આરોપીએ અચાનક રસ્તો ક્રોસ કરી રહેલા સ્કુલના બાળકોને પોતાનો નિશાનો બનાવ્યો હતો.

 

 

(6:27 pm IST)