Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

કેન્સરને ચેપી રોગ સમજીને ૧૩ વર્ષના વિદ્યાર્થી સાથે આભડછેટ કરનારા ટીચરની છુટ્ટી થઇ ગઇ

બીજીંગ, તા.૨૪: કેન્સરના દરદીને પ્રેમ, હુંફ અને હિંમત આપવાની જરૂર છે એવું આપણે કહીએ છીએ, પરંતુ જયારે સમાજમાં જ્ઞાનની મશાલ જલાવતા શિક્ષકો જ ખોટો અભિગમ રાખતા હોય ત્યારે શું કહેવું? ચીનના કીઆન્ઝોઉ શહેરની પ્રાઇમરી સ્કૂલની એક તસ્વીર બહાર પડી છે. જેમાં નોન-હોચકિન લિમ્ફોમાં એટલે કે લિમ્ફ ગ્રંથિનું કેન્સર ધરાવતા ૧૩ વર્ષના શિઓઝોઉ નામના છોકરાને ટીચરે સ્કૂલમાં બધા જ વિદ્યાર્થીઓથી દૂર અલાયદો બેસાડે છે. વાત એમ છે કે તે આ સ્કૂલમાં છે. આ  પહેલાં તે ફુજિઆન શહેરમાં રહેતો હતો અને હતો અને ત્યાં તેને કેન્સરનું નિદાન થયેલું અને ત્યાં જ સારવાર અપાઇ. કીમોથેરપીની આકરી સારવાર પછી હવે તે રિકવર થઇ રહ્યો છે. ત્યારે નવી સ્કૂલના ટીચર તેેને હિંમત અને હુંફ આપવાને બદલે તેની સાથે આભડછેટ કરે છે. શિઓઝોઉ આ વાત ઘણા દિવસો સધુી પોતાના પિતાને પણ કહેતો નથી. આ ટીચર તેને કલાસમાં છેલ્લે અલગ પાટલી પર બેસાડે છે. એટલું જ નહી, તેને એકઝામ પણ આપવા નથી દેતા.

જયારે પરીક્ષાની વાત આવે છે ત્યારે દીકરો તેના પપ્પાને વાત કરે છે. અને એ ચેપ બીજા બાળકોને ન લાગે એ જોવાની અમારી જવાબદારી છે. બસ, પછી તો તેના પિતા આ વાતનો ઉપાડો સોશ્યલ મીડિયા પર લે છે. વાત વણસતાં આખરે સ્કૂલ-મેનેજમેન્ટેએ ટીચર મહાશયને સસ્પેન્ડ કરવા પડે છે.

(3:46 pm IST)