Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

સિંગાપુર વિમાનની ફલાઇટ અટેન્ડેન્ટ સાથે છેડતી કરનાર ભારતીય મૂળના વ્યકિતને જેલ

તેણે એયરહોસ્ટેસના પ્રાઇવેટ પાર્ટ પર હાથ ફેરવ્યો હતો

સિંગાપુર તા. ૨૪ : વિમાનમાં યાત્રા દરમિયાન એક ભારતીય વ્યકિતએ તે ફલાઈટની અટેન્ડેન્ટની સાથે છેડતી કરી અને તેને પરેશાન કરવા લાગ્યો. ત્યારબાદ તેનો ફોન નંબર પણ માંગ્યો. ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય મૂળના વ્યકિતને ફલાઈટમાં છેડતી કરવાના આરોપમાં ૩ અઠવાડિયાની જેલની સજા કરવામાં આવી છે. પરાંજપે નિરંજન જયંત નામના વ્યકિતએ ૨૫ વર્ષની ફલાઈટ અટેન્ડેન્ટ સાથે કરેલી છેડતીનો ગુનો કબૂલ્યો છે.

એયરહોસ્ટેસે જયારે આ વ્યકિતને ફોન નંબર આપવાની ના પાડી તો તેણે એયરહોસ્ટેસના પ્રાઈવેટ પાર્ટ પર (નિતંબ પર) હાથ ફેરવ્યો. ત્યારબાદ ફલાઈટ અટેન્ડેન્ટ ત્યાંથી દૂર જતી રહી અને પછી આ વ્યકિતએ તેની પાસે જઈને કહ્યું કે તું ખૂબ જ સુંદર છે. આ ઘટના બાદ ફલાઈટ અટેન્ડેન્ટે તરત જ તેના સુપરવાઈઝરને આ વાતની જાણકારી આપી.

ત્યારબાદ એયરપોર્ટ સ્થિત એક પોલીસ સ્ટેશનમાં આ વ્યકિત વિરુધ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી, તેણે જિલ્લા ન્યાયાધીશને કહ્યું કે જયારે આ છેડતીની ઘટના બની ત્યારે તે નશામાં હતો. અને તેણે તેનો ગુનો કબૂલ કર્યો. ભારતીય મૂળના આ વ્યકિતને છેડતીના આરોપમાં ૩ અઠવાડિયાની સજા કરવામાં આવી છે.

(10:37 am IST)