Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

તાલિબાનના હુમલામાં અફઘાન સુરક્ષાબળોના 20જવાનોના મૃત્યુ:અન્ય 6ને બંધક બનાવાયા

નવી દિલ્હી:અફઘાનિસ્તાનના નિમરોઝ પ્રાંતમાં તાલિબાનના હુમલામાં અફઘાન સુરક્ષાબળોના 20 જવાનોના મૃત્યુ નિપજ્યા છે. પ્રાંતના ખશરોદ જિલ્લામાં ગુરુવારના રોજ મધ્ય રાત્રીના સમયે  આ હુમલો કરવામાં આવ્યો હતો.  ખશરોદના ગવર્નર જલિલ અહમદ વાતનદોસતે જણાવ્યું છે તાલિબાનના 6 અન્ય લોકોને પણ બંધક  બનાવી લેવામાં આવ્યા હતા.

             મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અફઘાનિસ્તાનના રક્ષા મંત્રાલયે  હજુ સુધી આ ઘટના પર કોઈ અધિકારીક ટિપ્પણી કરી નથી. આ પહેલા ગુરુવારના રોજ રક્ષા મંત્રાલયે જણાવ્યું હતું કે તાલિબાને છેલ્લા 24 કલાકોમાં અફઘાનિસ્તાનના 24 પ્રાંતોમાં હુમલો વધારી દીધો હતો.

(5:37 pm IST)