Gujarati News

Gujarati News

News of Saturday, 24th October 2020

નાપાક પાકિસ્તાને ભારતમાં ઘૂસણખોરી કરવાના પ્રયાસો શરૂ રાખ્યા: કર્યું બેફામ સીઝફાયરનું ઉલ્લંઘન

નવી દિલ્હી: પાકિસ્તાન તેની નાપાક હરકતોમાંથી જ ઉપર નથી આવતું. ક્યારેક ભારતમાં વિસ્ફોટ કરાવવાના કાવતરા કરે છે તો ક્યારેક આતંકીઓને ભારતમાં ઘૂસણખોરી કરાવવાના પ્રયાસ કરે છે. 5 ઓગસ્ટ, 2019ના રોજ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી રાજ્યને વિશેષ દરજ્જો આપતી કલમ 370 અને 35A નાબૂદ કર્યા બાદ રઘવાયેલું પાકિસ્તાન જાતજાતના પેંતરા અપનાવી રહ્યું છે. જમ્મુ-કાશ્મીરને વિશેષ દરજ્જો આપતી કલમ 370 નાબૂદ કર્યા બાદ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંઘન બેફામ થઈ ગયું છે.

            વિદેશ મંત્રાલયે કહ્યું કે, પાકિસ્તાની સૈનિકોએ આ વર્ષે જમ્મુ-કાશ્મીરમાં નિયંત્રણ રેખા (LOC) પર કોઈપણ જાતની ઉશ્કેરણી વિના 3800થી વધારે વખત સંઘર્ષવિરામનું ઉલ્લંઘન કર્યું અને ડ્રોન દ્વારા હથિયારો, માદક પદાર્થોની તસ્કરીને પ્રોત્સાહન આપ્યું. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે કહ્યું હતું કે, પાકિસ્તાની સુરક્ષાબળોએ કોઈપણ જાતની ઉશ્કેરણી વિના સતત ગોળીબારી કરીને સંઘર્ષવિરામ સમજૂતિનું ઉલ્લંઘન કર્યું અને રહેણાંક વિસ્તારોને પણ નિશાનો બનાવ્યા. એ સાથે જ તેણે LOC પારથી આતંકીઓની ઘૂસણખોરી કરાવવાનો પ્રયાસ કર્યો.

(5:35 pm IST)